Western Times News

Gujarati News

ગુજરાતમાં CBIની ટીમનું મોટું ઓપરેશન

ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા

ગાંધીધામ,ગુજરાતના ટ્રેડર્સ અને એગ્રો સેન્ટરના માલિકો હાલ CBIની રડારમાં છે.. રાજ્યમાં CBIની ટીમ અલગ અલગ ત્રણ જગ્યાઓએ ત્રાટકી છે. ગાંધીધામ, ડીસા અને વડોદરામાં દરોડા પાડી સર્ચ ઓપરેશન CBIએ સર્ચ હાથ ધર્યું છે.
ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ અને તેના માલિકના ઘરે, વડોદરામાં કુસુમ ટ્રેડર્સ અને તેના માલિક નીતિન શાહને ત્યાં તેમજ ડીસામાં શરદ એગ્રો સેન્ટરના માલિક શરદ કક્કડને ત્યાં CBIએ તપાસ શરૂ કરી છે.

દેશભરમાં ૧૫થી વધુ સ્થળો પર CBIની મેગા સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના પોટાશની નિકાસ કરતાં ટ્રેડર્સ પર ગાળિયો કસાયો છે. CBI સુધી ફરિયાદો મળી હતી કે પોટાશની નિકાસમાં ધાંધલી થઈ રહી છે. આ કાળા કારોબારને છતો કરવા CBIએ ૧૫ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ કાર્યવાહી હાથ ધરી છે.

આપને એ પણ જાણાવી દઈએ કે CBIએ જે ૧૫ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમના ફર્મ અને ઘરે રેડ કરે છે તે તમામે ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની ગેરકાયદેસર નિકાસ કરી હોવાની શંકા છે. જેની તપાસ ચાલી રહી છે. પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે પણ ઔદ્યોગિક મીઠાની આડમાં કાળો કારોબાર થયો હોય તેની ગંધ આવી રહી છે.કૂલ ૫૨.૮ કરોડની સબસિડીની શખ્સોએ ઠગાઇ કરી હોવાની તપાસમાં ખૂલ્યું છે.એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.