Western Times News

Gujarati News

સરકારે ટિ્‌વટરને ૧૧૭૮ એકાઉન્ટની યાદી મોકલી

નવી દિલ્હી: ભારતમાં ટિ્‌વટરના કારોબાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સરકારે વધુ એક નોટિસ ફટકારીને કહ્યું કે તેઓ ૧૧૭૮ એકાઉન્ટ બ્લોક કરે. સરકારે શક છે કે આ એકાઉન્ટ્‌સ ખાલિસ્તાની સમર્થકોના છે અથવા તો તેમને પાકિસ્તાનથી સમર્થન મળે છે. ટિ્‌વટર પર આ અગાઉ ખેડૂતો આંદોલનને લઈને પોતાના દુરઉપયોગ મુદ્દે સવાલ ઉઠ્‌યા છે. કેન્દ્રએ ટિ્‌વટરને અગાઉ ૨૫૭ ટિ્‌વટર હેન્ડ્‌લ્સને બ્લોક કરવાની માંગણી કરી હતી.

આ ૧૧૭૮ એકાઉન્ટ્‌સ તેનાથી અલગ છે. આ બધા વચ્ચે ટિ્‌વટર ઈન્ડિયા અને સાઉથ એશિયાના પબ્લિક પોલિસી ડાઈરેક્ટર મહિલા કૌલે પણ રાજીનામું આપતા ગરમાવો જાેવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આઈટી એક્ટની કલમ ૬૯એ હેઠળ અપાયેલા નિર્દેશોનું ટિ્‌વટરે હજુ સુધી પાલન કર્યું નથી. આઈટી મિનિસ્ટ્રી તરફથી આ તાજી ડિમાન્ડ ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓની એડવાઈઝરી બાદ કરવામાં આવી છે.

સૂત્રના જણાવ્યાં મુજબ જે એકાઉન્ટ્‌સ બ્લોક કરવાનો ઓર્ડર અપાયો છે તે ખાલિસ્તાન પ્રત્યે હમદર્દી રાખનારાઓના છે અથવા તો જેમને પાકિસ્તાનથી સમર્થન મળેલુ છે અને વિદેશી ધરતીથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક એકાઉન્ટ્‌સ ઓટોમેટેડ બોટ્‌સ છે

જેનો ઉપયોગ ખેડૂત આંદોલનને લઈને ખોટી જાણકારી ફેલાવવામાં અને ભડકાઉ કન્ટેન્ટ શેર કરવા માટે થઈ રહ્યો હતો. સરકારનું માનવું છે કે આ એકાઉન્ટ્‌સની ગતિવિધિઓ ખેડૂત આંદોલન સંબંધે વ્યવસ્થા માટે જાેખમ પેદા કરી શકે છે. ટિ્‌વટર અને સરકાર વચ્ચે તાજી ખેંચતાણ એવા સમયે શરૂ થઈ છે કે

જ્યારે કંપનીને અગાઉ ચેતવણી આપવામાં આવેલી છે કે જાે તે આદેશ નહીં માને તો તેના અધિકારીઓને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને કંપની પર દંડ ઠોકવામાં આવી શકે છે. સરકારે ૨૫૭ એકાઉન્ટ્‌સની જે પહેલી યાદી મોકલી હતી તેને બ્લોક કર્યા બાદ ગણતરીના સમયમાં ટિ્‌વટરે અનબ્લોક કરી દીધા હતા.

ત્યરાબાદ રવિશંકર પ્રસાદના નેતૃત્વવાળી આઈટી મિનિસ્ટ્રીએ વિસ્તૃત નોટ મોકલીને કંપનીને આદેશ માનવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવેલી નોટિસમાં મંત્રાલયે કહ્યું હતું કે ટિ્‌વટર એક ઈન્ટરમિડિયરી છે અને સરકારના આદેશને માનવા માટે બાધ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.