Western Times News

Gujarati News

હનીમૂન પર ચહલ-ધનાશ્રીની મસ્તી, તસ્વીરો વાયરલ થઈ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હાલમાં પત્ની ધનાશ્રી વર્મા સાથે સમય વિતાવી રહ્યા છે. હાલ આ દંપતી માલદીવમાં હનીમૂન પર છે. આ ક્યૂટ કપલ માલદીવમાં એન્જાેય કરી રહ્યા છે. ફેન્સની સાથે ચહલ અને ધનાશ્રી આ પળોને એન્જાેય કરવાની સાથે તસવીરો પણ શેર કરી રહ્યાં છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા બંને હાલમાં માલદીવના સુંદર ફેસડુ આઇલેન્ડ પર ડબલ્યુ માલદીવ રિસોર્ટમાં રોકાયા છે. આ કપલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હનીમૂનની તસવીરો સતત શેર કરતું રહે છે. આ તસવીરો ફોટોગ્રાફરએ ક્લિક કરી છે. આ બંનેની તસવીરોમાં બંને એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા વ્યવસાયે યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઇંગ છે. તેમની પોસ્ટ પર લાખો વ્યૂઝ આવે છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્માના લગ્ન ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ માં થયા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે દુબઇ ગયા હતા. હવે તેના ૨ મહિના પછી આ સુંદર દંપતી ફરીથી ફરવા ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.