Western Times News

Gujarati News

કોરોનાની મહામારીના ગાળામાં ભારતીય ઉદ્યોગ સાહસિકો વચ્ચે ડોમિસાઇલ ડાઇવર્સિફિકેશનની માગમાં વધારો

સિંગાપોરમાં મોટી સંખ્યામાં NRI થાઇલેન્ડ અને મલેશિયામાં બીજું ઘર પણ ધરાવે છે, કારણ કે આ બંને કેન્દ્રો સિંગાપોરની નજીકમાં છે તેમજ જીવનધોરણની દ્રષ્ટિએ વધારે વાજબી પણ છે

કોવિડ-19થી પ્રેરિત આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાએ વધુને વધુ ધનિક ઉદ્યોગસાહસિકો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને એક દેશની નાગરિકતા સાથે સંબંધિત નિયંત્રણોની મર્યાદા અને જોખમમાંથી સફળતાપૂર્વક બહાર આવવા રેસિડન્સ-એન્ડ-સિટિઝનશિપ-બાય-ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વિવિધતાસભર રહેવાસનો પોર્ટફોલિયો ઊભો કરવા પ્રેરિત કર્યા છે. છેલ્લાં આઠ મહિનામાં હેન્લી એન્ડ પાર્ટનર્સએ વર્ષ 2020ના પ્રથમ છ મહિનાની સરખામણીમાં દૈનિક સરેરાશ પૂછપરછમાં 32 ટકાનો વધારો જોયો છે.

ભારતમાં અમે વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં ભારતીય ઉદ્યોગસાહસિક રોકાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી પૂછપરછમાં 62.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે અમે થોડા સમયથી અમારી સિંગાપોર અને દુબઈની ઓફિસ મારફતે આ બજારમાં કામ કરીએ છીએ, ત્યારે અમને છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતના બજારમાં સતત વૃદ્ધિ જોવા મળી છે, જે અમને જુલાઈ, 2020માં મુંબઈમાં અમારી ઓફિસ ખોલવા અને પછી દિલ્હી અને બેંગલોરમાં ઓફિસ ખોલવા દોરી ગઈ છે.

રસપ્રદ બાબત એ છે કે, દુનિયાભરમાંથી (ફક્ત ભારતમાંથી જ નહીં) અમારા વિવિધ પ્રોગ્રામ માટે ભારતીય નાગરિકો અરજી કરી રહ્યાં છે. આ ભારતીય નાગરિકો સિંગાપોર, હોંગકોંગ, યુનાઇટેડ કિંગ્ડમ (યુકે), સ્વિત્ઝર્લેન્ડ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં વસે છે. એટલે તેઓ એક અર્થમાં આંતરરાષ્ટ્રીય ભારતીયો છે.

દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં અમે એક રસપ્રદ ટ્રેન્ડ જોયો છે, જ્યાં વ્યવસાયિક બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) મોટી સંખ્યામાં વસે છે. અત્યારે તેઓ ત્યાં એમ્પ્લોયમેન્ટ પાસ/વર્ક પરમિટ પર રહેતા હોય એવું બની શકે છે, પણ જો તેમને કાયમી રહેવાસીનો દરજ્જો કે નાગરિકતા નહીં મળે, તો તેમની પાસે અન્ય એક વિકલ્પ ખુલશે અને તેઓ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનનો વિકલ્પ ધરાવી શકે છે.

ઉદાહરણ તરીકે, સિંગાપોરમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ થાઇલેન્ડ અને મલેશિયામાં બીજું ઘર પણ ધરાવે છે, કારણ કે આ બંને કેન્દ્રો સિંગાપોરની નજીકમાં છે તેમજ જીવનધોરણની દ્રષ્ટિએ વધારે વાજબી પણ છે – આ બંને દેશો ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન માટે રસપ્રદ વિકલ્પો પણ ધરાવે છે, જેમ કે થાઇલેન્ડ એલાઇટ રેસિડન્ટ પ્રોગ્રામ અને મલેશિયા માય સેકન્ડ હોમ પ્રોગ્રામ (MM2H).

ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનમાં રસ ધરાવતા આ ઉદ્યોગસાહસિકતાઓની નાગરિકતામાં પરિવર્તનનો પ્રવાહ ચોંકાવનારો છે – સૌથી વધુ નવાઈ લાગે એવી વાત છે કે, અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ 2020માં અમેરિકાના નાગરિકો પાસેથી પૂછપરછમાં 192 ટકાનો વધારો થયો હતો. એની સરખામણીમાં ઘણી ઓછી, છતાં ઊડીને આંખે વળગે એ રીતે કેનેડાના નાગરિકો પાસેથી પૂછપરછમાં 34 ટકાનો વધારો થયો હતો, ઓસ્ટ્રેલિયન નાગરિકો પાસેથી 30 ટકાનો તથા બ્રિટન અને ફ્રાંસના નાગરિકો પાસેથી પૂછપરછમાં અનુક્રમે 29 ટકા અને 26 ટકાનો વધારો થયો હતો.

વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રો એમ બંનેમાંથી અલ્ટ્રા-હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (UNHWI) અને તેમના પરિવારો પૂરક નાગરિકતા અને રહેઠાણના વિકલ્પો ધરાવતા ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પોર્ટફોલિયો માટે વધુને વધુ પૂછપરછ કરી રહ્યાં છે, આ બંને વિકલ્પો જીવન, કાર્ય અને રોકાણની દ્રષ્ટિએ અસરકારક મૂલ્ય પેદા કરવાની અને જોખમ ઘટાડવાની સંભવિતતા પ્રદાન કરે છે.

દુનિયાભરમાં વિવિધ વસવાટના વિકલ્પમાં રોકાણથી અનિશ્ચિતતાના અનેકગણા સ્તર સામે હેજિંગ થશે તેમજ મૂલ્ય અને યીલ્ડનો સંવર્ધિત સમન્વય પેદા થશે. તમને અને તમારા પરિવારને વધારે અધિકારક્ષેત્રો મળી શકે છે, તમારી એસેટ અને તકોમાં વધારે વિવિધતા આવી શકે છે તેમજ કોઈ ચોક્કસ દેશમાં રોકાણનું જોખમ અને આંતરરાષ્ટ્રીય ચડઊતરના જોખમમાં પણ ઘટાડો થઈ શકે છે.

હેન્લી એન્ડ પાર્ટનર્સના ડો. જ્યુર્ગ સ્ટિફનએ જણાવ્યું હતું કે, “દાયકાઓથી વિવિધ વિસ્તારો અને વિવિધ એસેટ ક્લાસ – ઇક્વિટીથી લઈને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની, જોખમને વહેંચવાની અને શ્રેષ્ઠ વળતર મેળવવાની રીત શ્રેષ્ઠ પુરવાર થઈ છે. પણ તમારા કાયમી વસવાટનું શું? સમાન સિદ્ધાંત લાગુ પડે છે. ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો સમજે છે કે, રહેઠાણો અને/અથવા નાગરિકતાનો વિવિધતાસભર પોર્ટફોલિયો તેમની સંપત્તિના આયોજનને અને કાયદેસર વ્યવસ્થાપનની વ્યૂહરચનાઓને વેગ આપી શકે છે, જેથી તેમને વધારે ઘટાડા સામે રક્ષણ મળશે તેમજ સંપૂર્ણ પરિવાર માટે નવું મૂલ્ય ઊભું થશે અને સુખાકારીમાં વધારો થશે.”

વસવાટ માટે વિવિધ વિકલ્પો સુરક્ષિત કરવામાં વધતો રસ વૈશ્વિક ધારણા છે. હેન્લી એન્ડ પાર્ટનર્સના પ્રાઇવેટ ક્લાયન્ટ્સના ગ્રૂપ હેડ ડોમિનિક વોલેકએ કહ્યું હતું કે, “UNHW પરિવારોની આંતરરાષ્ટ્રીય સુલભતા મેળવવાની અને વિવિધ વિકલ્પો ધરાવવાની ઇચ્છામાં વધારો થયો છે.  આ આવશ્યક જોખમ વ્યવસ્થાપન અને અનિશ્ચિતતા સામે હેજિંગની સાથે વસવાટનો વિવિધતાસભર પોર્ટફોલિયો ધરાવવાની શ્રેષ્ઠ રીત પણ છે – આ માટે અનેક સ્થળો વિકલ્પો પૂરાં પાડે છે, જ્યાં તમે, તમારા પરિવારજનો અને તમારું એક્ષ્ટેન્ડેડ પરિવાર રહી શકે છે અને તમારી સંપત્તિ હોઈ શકે છે.”

વોલેકએ ઉમેર્યું હતું કે, “વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોમાંથી HNW અને UHNW રોકાણકારો વૈકલ્પિક વ્યવસાય, કારકિર્દી, શૈક્ષણિક અને જીવનશૈલીની તકો દુનિયાભરમાં મેળવવા ઇચ્છે છે, તેમના વિકલ્પો વધારવા માગે છે તથા તેમના પોર્ટફોલિયોને વધારે મજબૂત કરવા તેમના મૂળ દેશોએ તેમના પર લાદેલા નિયંત્રણોમાંથી મુક્ત થવા ઇચ્છે છે તેમજ શારીરિક અને નાણાકીય ક્ષમતા તથા વારસાને લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.

“અમારા ક્લાયન્ટ્સ તેમના વૈશ્વિક પરિવારજનો માટે ભવિષ્યની સંભવિતતા વધારવા કેટલીક નાગરિકતા અને/અથવા રહેવાસો મેળવવાના એકથી વધારે અને એકથી વધારે પેઢીને થનાર ફાયદાને સમજે છે.” આ માટે તેમણે કેટલાંક ઉદાહરણો આપ્યા છેઃ

“એક ભારતીય UHNW ઉદ્યોગસાહસિક દુબઈમાં રહે છે, જેમના પરિવારના વ્યવસાયો દક્ષિણપૂર્વ એશિયા, ભારત અને મધ્યપૂર્વમાં પથરાયેલા છે તથા યુરોપમાં રિયલ એસ્ટેટમાં સંકળાયેલો છે, જ્યાં તેઓ રહેઠાણ મેળવવા ઇચ્છે છે. સાથે સાથે તેઓ તેમના બાળકો થોડા વર્ષ યુકેમાં રહીને અભ્યાસ કરી શકે એવું ઇચ્છે છે.

એટલે તેમણે યુકે ઇન્વેસ્ટર ઇમિગ્રેશન પ્રોગ્રામમાં અરજી કરવાની સાથે તેમણે પોર્ટુગલ ગોલ્ડન રેસિડન્સ પરમિટ પ્રોગ્રામ માટે પણ અરજી કરી છે, કારણ કે પોર્ટુગલના કાયદેસર રહેવાસી તરીકે પાંચ વર્ષ રહ્યાં પછી તેમને ત્યાં મર્યાદિતપણે રોકાવાની જરૂર છે. પછી તેઓ અને તેમના બાળકો પોર્ટુગલની નાગરિકતા માટે અરજી કરી શકે છે, જે પછી તેમને યુરોપિયન યુનિયનમાં વસવાટની સુવિધા આપશે.”

વોલેકએ કહ્યું કે, “એક્ષ્ટેન્ડેડ પરિવારજનો માટે વિકલ્પોની દ્રષ્ટિએ અમે વધુને વધુ UHNW રોકાણકારો તેમની ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન અરજીઓમાં તેમના ભાઇબહેનો, માતાપિતાઓ અને દાદાદાદીઓને સમાવવા ઇચ્છે છે. મોટા, એકથી વધારે પેઢીઓ ધરાવતા પરિવારો માટે ઘણા વિકલ્પો છે અને એનો સૌથી મોટો લાભ એ છે કે, પરિવારના સભ્યોને એક જ સ્થળે રહેવાની જરૂર નથી.

“ઉદાહરણ તરીકે, એશિયાની સિલિકોન વેલી ગણાતા અને ભારતની વેન્ચર કેપિટલ કંપનીઓમાંથી 70 ટકાથી વધારે ધરાવતા બેંગાલુરુ (બેંગલોર)માં સફળ ટેક ઉદ્યોગસાહસિક એ સંબંધમાં ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેવાસ મેળવવા માટે ઓસ્ટ્રેલિયાના રેસિડન્સ-બાય-ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ માટે અરજી કરી શકે છે.

દરમિયાન તેમના બાળકો યુરોપમાં અભ્યાસ કરવાનો વિચાર કરે છે, એટલે તેઓ ગ્રીસ ગોલ્ડન વિઝા પ્રોગ્રામમાં અરજી પણ કરે છે, જેમાં નિવાસસ્થાનની જરૂર નથી. બીજી તરફ, નિવૃત્ત માતાપિતાઓ થાઇલેન્ડમાં રહેવાનું પસંદ કરે છે, એટલે તેઓ થાઇલેન્ડ એલાઇટ રેસિડન્સ પ્રોગ્રામ માટે અરજી કરે છે,

જે એક વિકલ્પ છે, જેમાં આશ્રિતો સામેલ છે, જેમાં કાયદેસર માતાપિતાઓ, સાવકા માતાપિતાઓ, જીવનસાથી (સિવિલ યુનિયન સહિત), બાળકો અને સાવકા બાળકો સામેલ છે. થાઇલેન્ડ એલાઇટ રેસિડન્સ પ્રોગ્રામ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પ્રોગ્રામ માટે સૌથી વધુ પસંદગીનો વિકલ્પ છે, કારણ કે થાઇલેન્ડ સલામત, સમૃદ્ધ દેશ છે, જે જીવનની ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવે છે અને ત્યાં લઘુતમ રોકાણની જરૂર નથી.”

વોલેકે ઉમેર્યું હતું કે, ચોક્કસ રોકાણકારો એકથી વધારે વિકલ્પો માટે અરજી કરે છે, કારણ કે તેમને તાત્કાલિક જરૂર હોય છે, જેને ચોક્કસ પ્રોગ્રામ દ્વારા પૂરી કરી શકાશે, પણ આગળ જતાં તેમના મનમાં વિવિધ પ્રોગ્રામ હોય છે.

ડો. સ્ટિફને વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “મજબૂત ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પોર્ટફોલિયો વિકસાવવા કાળજીપૂર્વકનું આયોજન જરૂરી છે અને આ માટે સમય લાગે છે. જ્યાં સુધી બહુ મોડું ન થાય, ત્યાં સુધી તમારે રાહ જોવાની જરૂર નથી. તમે વ્યૂહાત્મક અભિગમ અપનાવવા ઇચ્છો છો, નહીં કે તમારા વર્તમાન વસવાટના સ્થાનમાં કશું ખોટું થાય, ત્યારે એકાએક બહાર નીકળી જવાનો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.