Western Times News

Gujarati News

દાંડીયાત્રા દરમ્યાન ટાટા સ્ટીલ ગ્રુપ તરફથી પદયાત્રીઓને સેવા

ગાંધીજી જયારે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી ત્યારે અંગ્રેજો ને પણ ઝુકવુ પડ્યું હતું અને આજે એજ ઝુનુન સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના વચન સાથે અમદાવાદ ગાંધી આશ્રમથી વડાપ્રધાન દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ ના પણ દાંડી યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને આઝાદી કા અમૃત મહોત્સવ ના નામે ઉજવી રહ્યા છે. જેમાં ૮૧ થી વધારે લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે અને તેઓની આ યાત્રા ખુબજ સરળતાથી આગળ વધી રહી છે.

આ પદયાત્રા હવે આણંદથી નીકળીને આગળ વધી રહી છે અને તા. ૫ એપ્રિલ ના રોજ દાંડી પહોંચશે.આ યાત્રા ને વધારે સરળ બનાવવા માટે આપણા જાણીતા ટાટા ગ્રુપ ના ટાટા સ્ટીલ કંપની દ્વારા પોતાની દેશ પ્રત્યેની ભાવનાને આગળ દર્શાવતા જોડાયેલ દરેક પદયાત્રીઓને સંપૂર્ણ સેવા આપવામાં આવી રહી છે.

આ સેવામાં ટાટા સ્ટીલ દ્વારા છાસ, પાણી, બિસ્કિટ અને નમકીન સાથે ફર્સ્ટ-એડ કિટ તેમજ સેન્ટાઇઝર અને માસ્ક પણ આપવામાં આવ્યા છે જેથી યાત્રા દરમ્યાન તેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેનું પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ટાટા સ્ટીલના, શ્રી સિદ્ધાર્થ (સિનિયર મેનેજર) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ થી દાંડી સુધી પદયાત્રા માં પદયાત્રીઓને ઉપર જણાવ્યા મુજબની સેવાઓ પુરી પાડી રહ્યા છીએ. અને આ સમયગાળા દરમ્યાન તેમની જરૂરિયાત માં કોઈ ખામી ના રહી જાય તેનું ધ્યાન પણ રાખી રહ્યા છીએ. અને આ જવાબદારી માટે ટાટાસ્ટીલ ગ્રુપ કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.