Western Times News

Gujarati News

NCP પ્રમુખ શરદ પવારની તબિયત બગડતા સર્જરી કરાઈ

ડોક્ટરોએ ગોલબ્લેડરમાં રહેલી પથરીને બહાર કાઢી-એનસીપીના શરદ પવારનું મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું

મુંબઈ,  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનું મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટરોએ ગોલબ્લેડરમાં રહેલી પથરીને સફળતાપૂર્વક બહાર કાઢી. આ વાતની જાણકારી મહારાષ્ટ્રના સ્વાસથ્યમંત્રી રાજેશ ટોપે અને ઓપરેશન કરનારા ડોક્ટરે આપી.

ઓપરેશન પૂરું થયા બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે અને ડોક્ટરે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવારનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. હજુ તેઓ થોડા દિવસ ડોક્ટરોની નિગરાણીમાં રહેશે. હાલ તેમની હાલાત સ્થિર છે.

આ સાથે જ ડોક્ટરોએ જણાવ્યું કે ભવિષ્યમાં જાે એવું લાગશે કે તેમને આ ઓપરેશનથી આરામ નથી મળ્યો તો આગળ તેમની કન્ડિશન જાેતા ગોલબ્લેડરનું પણ ઓપરેશન થઈ શકે છે. અત્રે જણાવવાનું કે પેટમાં દુખાવા બાદ શરદ પવારને ૨૯ માર્ચના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવાયા હતા.

ત્યારબાદ ગોલ બ્લેડરમાં સમસ્યા હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન માટે ૩૧ માર્ચની તારીખ આપી હતી. પરંતુ મંગળવારે જ પેટમાં દુખાવાની ફરિયાદ બાદ પૂર્વ નિર્ધારિત ઓપરેશન સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યારબાદ મોડી રાતે ડોક્ટરોએ ઓપરેશન કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.