Western Times News

Gujarati News

મોડાસામાં એક સપ્તાહ સુધી સાંજે ૬ થી સવારે ૬ સુધી લોકડાઉનની જાહેરાત 

મોડાસા : કોરોનાને કાબૂમાં લેવા અપનાવ્યો ખાસ રસ્તો,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે રીતે કોરોના વિસ્ફોટ થયો છે તેમાં અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ સપ્તાહથી કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. આ વખતે શહેરી  ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણે પોતાનો વ્યાપ વધારી દીધો છે.

જેના કારણે અનેક ગામડાઓ-નગરોએ સ્વૈચ્છિક લોક ડાઉનનો માર્ગ અપનાવી રહ્યા છે કોરોના સંક્રમણ મોડાસા શહેરમાં ગલીઓ ગલીઓમાં વ્યાપી ચૂક્યું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી ત્યારે મોડાસા શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારી એશોસિએશન અને નગરપાલિકા તંત્ર દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે

મોડાસા શહેરમાં શનિવાર થી એક સપ્તાહ સુધી તમામ ધંધા-રોજગાર સાંજે ૬ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગે જીલ્લા કલેકટર વિધીવત જાહેરનામું બહાર પાડે તે માટે રજુઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે રવિવારે સંપૂર્ણ શહેર લોકડાઉન રહેશે જીલ્લામાં કોરોનાથી લોકો ટપોટપ મોતને ભેટી રહેતા લોકોમાં ભય ફેલાયો છે ધનસુરાના ૪૦ વર્ષીય યુવકને કોરોના ભરખી જતા હાહાકાર મચ્યો હતો.

મોડાસા નગરપાલિકા ટાઉનહોલમાં શુક્રવારે સવારે શહેરના મેયર જલ્પા ભાવસારના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા તંત્ર અને શહેરના વેપારી મંડળ અને વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી શહેરમાં બેકાબુ બનેલ કૉરોના સંક્રમણની ગતી ધીમી પાડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને મોડાસા નગરપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે કે,

‘મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ કાપડની દુકાન, સ્ટેશનરી, કટલરી સ્ટોર, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, ચાની કિટલીઓ, અનાજ કરિયાણા જેવી તમામ દુકાન તેમજ ઓફિસ-જીમ, ભીડ એકત્ર થાય તેવી તમામ જગ્યાઓ આગામી ૧૦ થી ૧૭ એપ્રિલ દરમિયાન સાંજે  ૬ વાગ્યા થી સવારે ૬ વાગ્યા દરમિયાન બંધ રહેશે.

જીવનજરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓ માટે કોઈ પણ પ્રકારની પાબંધી લાદવામાં આવી નથી જેથી નગરજનોને કોઈ પણ પ્રકારની અગવડતા પડે તેવી બેઠકમાં માહિતી પુરી પાડવામાં આવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે ,કોવીડ-૧૯ રોગચાળો જિલ્લામાં વ્યાપક પણે વિસ્તરી રહયો છે.

આ વેળાએ કોરોનાનું સંક્રમણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વકરી રહયું છે. ગત વર્ષે લારી,હોટલ,ખાણીપીણી બજારો બંધ કરવાથી માંડી,બજારો સેનેટાઈઝર કરાવવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. સેનેટાઈઝરની ઉપયોગિતા ધ્યાને લઈ દાતાઓ તરફથી સરકારી કચેરીઓમાં,પોલીસ સ્ટેશનોમાં સેનેટાઈઝર ચેમ્બરોનું દાન પણ કરાયું હતું.પરંતુ આ વર્ષે હજુ સરકાર દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરાઈ નથી. મીટીંગો થાય છે પરંતુ પરીણાલક્ષી નિર્ણયોનો અભાવ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.