Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલના આગામી એપિસોડમાં નેહા નહીં જાેવા મળે

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ના કન્ટેસ્ટન્ટનો સૂરીલો અવાજ લોકોને પસંગ આવી રહ્યો છે. શોનો દરેક એપિસોડ દર્શકોને પસંદ આવી રહ્યો છે અને તમામ તેને એન્જાેય પણ કરે છે. દરેક અઠવાડિયે શોમાં ખાસ મહેમાન આવે છે. શોના અપકમિંગ એપિસોડમાં વીતેલા જમાનાના અદાકાર જયા પ્રદા મહેમાન બનીને આવવાના છે. શોના જજ આમ તો નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે. ત્રણેય જજ સાથે મળીને કન્ટેસ્ટન્ટ્‌સ સાથે ખૂબ મસ્તી કરે છે

પરંતુ આ વખતે નેહા કક્કડના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. નેહા કક્કડ આ અઠવાડિયે ઈન્ડિયન આઈડલ ૧૨માં નહીં જાેવા મળે. બાકી કમિટમેન્ટના કારણે નેહા જયા પ્રદા સ્પેશિયલ એપિસોડમાં સામેલ થઈ શકશે નહીં. નેહા કક્કડ ઈન્ડિયન આઈડલના શૂટ માટે અઠવાડિયામાં એક દિવસ આપે છે. પરંતુ કોરોનાના કારણે મેકર્સે બેક ટુ બેક એપિસોડ શૂટ કરવાનો ર્નિણય લીધો હતો જેના કારણે નેહા સમય આપી શકી નહીં. ઈન્ડિયન આઈડલ ૧૨નો ગત એપિસોડ રામ નવમી સ્પેશિયલ હતો.

જેમાં કન્ટેસ્ટન્ટે રામલીલા રજૂ કરી હતી. આ દરમિયાન નેહા કક્કડે જણાવ્યું હતું કે, તેણે ક્યારેય રામલીલા સાંભળી નથી. તેણે કહ્યું હતું કે, ‘ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર પહેલીવાર રામલીલા સાંભળવાની તક મળી છે. હું બાળપણમાં જાગરણમાં વ્યસ્ત રહેતી હતતી તેથી હવે આ શો દ્વારા લાઈવ રામલીલા સાંભળીશ. નેહા કક્કડની વાત કરીએ તો તે ઈન્ડિયન આઈડલ ૧૨ના સેટ પરથી તસવીરો અને બીટીએસ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી હતી,

જેમાં તે વાદળી કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી. નેહા કક્કડની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે, પતિ રોહનપ્રીત સિંહ સાથેના લગ્નજીવનને માણી રહી છે. બંનેના લગ્ન ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં ધામધૂમથી થયા હતા. જેમાં પરિવારજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું હતું. નેહા અને રોહનની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા. રોહનપ્રીત સિંહે એક જાણીતો પંજાબી સિંગર છે અને ઉંમરમાં તે નેહા કરતાં નાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.