Western Times News

Gujarati News

પાંચ રાજ્યોમાં આર-વેલ્યુમાં ઘટતા સંક્રમણની ગતિ ધીમી પડશે

પ મી મેના રોજ આર-વેલ્યુ ઘટીને ૧.૦૯ થઈ ગઈ હતી. જાે કે પ મી માર્ચના રોજ ૧.૦૮ ના સતર પર હતી અને એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં વધીને ૧.પ૬ પર પહોંચી ગઈ હતી.

(એજન્સી) નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક આશાનું કિરણ નજરે પડવા લાગ્યુ છે. વિશેષજ્ઞોનુૃ કહેવુ છે કે ભારતમાં -રી-પ્રોડક્શન વેલ્યુ(આર-વેલ્યુ) જેવી કોરોના વાયરસના સંક્રમણની સક્રિયતાને જાણવામાં આવે છેે. મેે-માર્ચના પહેલાં અઠવાડીયામાં એક સ્તર સુધી ઘટાડો જાેવા મળ્યો હતો.

એવામાં ભલે નવા કેસોમાં વધારો જાેવા મળી રહયો હોય, ત્રણ દિવસમાં સંક્રમણનો આંકડો ૪ લાખને પાર કરી ગયો હોય, પરંતુ આર-વેલ્યુમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આર-વેલ્યુમાં ઘટાડાથી એ સંકેત મળી રહ્યો છે કે પહેલાની તુલનામાં કોરોના સંક્રમણ ધીમી ઝડપેે ફેલાવાની સંભાવના છેે. ત્યારબાદ આ સમાચાર દેશના વૈજ્ઞાનિકો સહિત બધાને રાહત આપતા નજરે પડી રહ્યા છે.

મુખ્ય મહામારી વૈજ્ઞાનિક ગીરીધર બાબુએે કહ્યુ હતુ કે આંકડાઓ પર નજર કરીએ તો ગત પ મી મેના રોજ આર-વેલ્યુ ઘટીને ૧.૦૯ થઈ ગઈ હતી. જાે કે પ મી માર્ચના રોજ ૧.૦૮ ના સતર પર હતી અને એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં વધીને ૧.પ૬ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં ધીરે ધીરેે ઘટાડો થઈ રહ્યો છે.

તેમણે જણાવ્યુ હતુ કે નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવવા પહેલાં કેટલોક સમય લાગે છે. આર-વેલ્યુમાં ઘટાડો, સંક્રમણની ગતિ ધીમી કરશે તો મુખ્ય પ રાજયોમાં આર-વેલ્યુ ૧ થી નીચે આવી ગઈ છે. જેમાં ઉત્તરપ્રદેશ, અને મહારાષ્ટ્ર જેવા ઘનિષ્ઠ વસ્તી ધરાવતા રાજેય સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.