Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટે એક લાખ મીટર ડ્રેનેજ લાઈનની સફાઈ કરી

પ્રિ-મોન્સુન આગળ ૮૦૦૦ કેચપીટ-મશીન હોલ બનાવવામાં આવ્યા

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ઇજનેર વિભાગના અધિકારીઓ ઘણાં સમયથી બે મોરચે લડી રહ્યા છે. શહેરમાં કોવિડ-૧૯ની ભયાવહ સ્થિતિમાં ઇજનેર અધિકારીઓને ઓક્સીજન સપ્લાયની ખાસ જવાબદારી આપવામાં આવી છે.

જ્યારે શહેરમાં ચોમાસાના આડે એક મહિના જેટલા સમય રહ્યો હોવાથી પ્રિ-મોન્સુન એક્શન કામગીરી પણ કરવાની રહે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે. તેમ છતાં અનેક વિસ્તારો સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે.

સદ્‌ર પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મ્યુનિ. ઇજનેર ખાતા દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે પ્રિ-મોનસુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. જેવાં મેન હોલ અને કેચપીટોની સફાઈ થાય છે. જાેકે યોગ્ય સુપર વિઝનના અભાવે તંત્રના પ્લાનનું સામાન્ય વરસાદમાં ધોવાણ થઈ જાય છે તે અલગ બાબત છે. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ ઇજનેર ખાતાના અધિકારીઓએ બે મહિનામાં કેવપીટ-મશીન હોલ સફાઈના લગભગ બે રાઉન્ડ પૂર્ણ કર્યા છે.

મ્યુનિ. ઇજનેર વિભાગના આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત ચાલુ વર્ષે ૪૦૦૨ મશીન હોલ અને ૪૦૩૭ કેચપીટો નવા બનાવવામાં આવ્યા છે. વરસાદી પાણીનો સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે ૮૭૪૩૪ મશીન હોલ તથા ૫૭૧૧૫ કેચપીટોની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વઝોનમાં ૩૦૧૬૬ મશીન હોલ પૈકી પ્રથમ રાઉન્ડમાં ૨૮૮૫૪ અને બીજા રાઉન્ડમાં ૪૮૬૯ ની સફાઈ કરવામાં આવી છે. જ્યારે ૬૧૪૯ કેચપીટો પૈકી પ્રથમ રાઉન્ડમાં ૬૧૪૯ અને બીજા રાઉન્ડમાં ૨૩૩૫ કેચપીટોની સફાઈ કરવામાં આવી છે. જ્યારે ૧૧૧૭૭ મીટર સ્ટાંચ / ડ્રેનેઝ લાઈનનું ડીશીલ્ટીંગ કરવામાં આવ્યુ છે.

પશ્ચિમઝોનમાં ૧૭૬૬૬ મશીન હોલ પૈકી ૧૬૪૫૨ અને ૧૨૫૨૮ કેચપીટો પૈકી ૧૧૬૮૭ કેચપીટોની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૬૭૬૨૦ રનીંગ મીટર સ્ટાંચ / ડ્રેનેઝ લાઈનની સફાઈ કરવામાં આવી છે. ઉ.પશ્ચિમ ઝોનમાં ૧૯૨૬૯ મશીન હોલ પૈકી ૧૦૨૬૩ જ્યારે ૮૭૭૪ કેચપીટો પૈકી ૮૬૫૮ ની સફાઈ થઈ છે. જ્યારે ૧૧૧૬૯ રનીંગ મીટર ડ્રેનેઝ લાઈન ડીશીલ્ટીંગનું કામ કરવામાં આવ્યું છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૪૧૯૪ મશીન હોલ પૈકી એક પણ મશીન હોલની સફાઈ થતી નથી. જ્યારે ૩૩૬૯ કેચપીટ સામે ૨૯૦૮ની સફાઈ થઈ ગઈ છે. ઉત્તરઝોનમાં ૭૧૮૬ કેચપીટ પૈકી પ્રથમ રાઉન્ડમાં ૭૦૯૬ અને બીજા રાઉન્ડમાં ૨૭૮૫ ની સફાઈ થઈ છે. જ્યારે ૨૯૬૨૭ મશીન હોલ સામે ૧૫૩૧૧ની સફાઈ કરવામાં આવી છે.

દક્ષિણઝોનમાં ૭૪૪૯ કેચપીટ છે. જેની સામે પ્રથમ રાઉન્ડમાં તમામ કેચપીટ સાફ કરવામાં આવી છે. જ્યારે બીજા રાઉન્ડમાં ૧૭૩૧ની સફાઈ પૂર્ણ થઈ છે. મધ્યઝોનમાં ૫૮૩૬ કેચપીટ છે. બે રાઉન્ડની સફાઈ લગભગ પૂર્ણ થવા આવી છે. મ્યુનિ. ઇજનેર વિભાગ દ્વારા ૧૭૫૫૫૩ મશીન હોલ પૈકી ૮૭૪૩૪ સાફ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મશીન હોલ, કેચપીટો અને ડ્રેનેઝ ડીશીલ્ટીંગની સાથે ડ્રેનઝ પમ્પીંગ સ્ટેશનમાં જાળી તથા વેટ-વેલની પણ સફાઈ કરવામાં આવી રહી છે. તદ્‌ઉપરાંત ૯૩૦ કિલોમીટર લંબાઈની સ્ટ્રોમ વોટરમાં થયેલા અનઅર્ધિકૃત જાેડાણ પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત સ્ટ્રોમ વોટર લાઈનો અને આર.સી.સી. ડકડ લાઈનોમાં ડીશીલ્ટીંગ અને રીનોર્વેશન કરવામાં આવી રહ્યા છે. ખારીકટ કેનાલની સમાંતરે વરસાદી પાણીના નિકાલ માટેના પમ્પીંગ સ્ટેશન તથા સમ્પોની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ તમામ અંડરપાસના સમ્પ અને કેચ ડ્રેઈન સફાઈ અને પમ્પીંગની ક્ષમતા તપાસવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.