Western Times News

Gujarati News

વિદેશીમાં સુસ્તીની અસર ભારતીય સીફૂડ પર વર્તાઇ

Files Photo

ચાઇના ૯૩૯.૧૭ મિલિયન ડોલરના મૂલ્યના ૨૧૮૩૪૩ એમટી સીફૂડ સાથે બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ

નવી દિલ્લી: કોવિડ મહામારી અને વિદેશી બજારોમાં સુસ્તતાની અસર ભારતીય સીફૂડ સેક્ટર ઉપર વર્તાઇ છે તથા વર્ષ ૨૦૨૦-૨૧માં દેશમાંથી રૂ. ૪૩,૭૧૭.૨૬ કરોડ (૫.૯૬ બિલિયન ડોલર)ના મૂલ્યની ૧૧,૪૯,૩૪૧ એમટી મરિન પ્રોડક્ટ્‌સની નિકાસ થઇ છે, જે અગાઉના વર્ષના વોલ્યુમની તુલનામાં ૧૦.૮૮ ટકા ઓછી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતે રૂ. ૪૬,૬૬૨.૮૫ કરોડ (૬.૬૮ બિલિયન યુએસ ડોલર) ના મૂલ્યના ૧૨,૮૯,૬૫૧ એમટી સીફૂડની નિકાસ કરી હતી, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયાની દ્રષ્ટિએ ૬.૩૧ ટકા તથા ડોલરના મૂલ્યમાં ૧૦.૮૧ ટકાનો ઘટાડો છે.

મરિન પ્રોડક્ટ્‌સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઇડીએ)ના ચેરમેન કે એસ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મહામારીની સીફૂડની નિકાસો ઉપર ભારે અસર થઇ હતી, પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ ક્વાર્ટરમાં તેમાં સારો સુધારો થયો છે. વધુમાં આ વર્ષમાં એક્વાકલ્ચર સેક્ટરે ડોલરની દ્રષ્ટિએ નિકાસ ચીજાેમાં ૬૭.૯૯ ટકા તથા જથ્થાની દ્રષ્ટિએ ૪૬.૪૫ ટકા યોગદાન સાથે સારું પ્રદર્શન કર્યું છે. તે વર્ષ ૨૦૧૯-૨૦ની તુલનામાં અનુક્રમે ૪.૪૧ ટકા અને ૨.૪૮ ટકા વધુ છે. જથ્થાની દ્રષ્ટિએ ફ્રોઝન શ્રિંપે ૫૧.૩૬ ટકા અને કુલ ડોલરની આવકોમાં ૭૪.૩૧ ટકાનું યોગદાન આપ્યું છે. યુએસએ સૌથી મોટા આયાતકર્તા (૨,૭૨,૦૪૧ એમટી) રહ્યું છે,

જે બાદ ચાઇના (૧,૦૧,૮૪૬ એમટી), ઇયુ (૭૦,૧૩૩ એમટી), જાપાન (૪૦,૫૦૨ એમટી), દક્ષિણ પૂર્વ એશિયા (૩૮,૩૮૯ એમટી) અને મધ્ય પૂર્વ (૨૯,૧૦૮ એમટી)ની આયાત કરી છે. જાે કે, શ્રિંપની નિકાસ ડોલરના મૂલ્યમાં ૯.૪૭ ટકા અને જથ્થાની દ્રષ્ટિએ ૯.૫૦ ટકા ઘટી છે. એકંદરે શ્રિંપની નિકાસ ૫,૯૦,૨૭૫ એમટી રહી હતી, જે ૪,૪૨૬.૧૯ મિલિયન ડોલર થવા પામે છે. વેન્નામેઇ (વ્હાઇટલેગ) શ્રિંપની નિકાસ વર્ષ ૨૦૨૦-૨૧માં ૫,૧૨,૨૦૪ એમટીથી ઘટીને ૪,૯૨,૨૭૧ એમટી થઇ છે. ડોલરના મૂલ્યમાં કુલ વેન્નામેઇ શ્રિંપની નિકાસોમાં ૫૬.૩૭ ટકા નિકાસ યુએસએમાં, ચાઇનામાં (૧૫.૧૩ ટકા), ઇયુમાં (૭.૮૩ ટકા), દક્ષિણ પૂર્વ એશિયામાં (૫.૭૬ ટકા), જાપાનમાં (૪.૯૬ ટકા) અને મધ્ય પૂર્વમાં (૩.૫૯ ટકા) નિકાસ થઇ છે. નિકાસ બાસ્કેટમાં ફ્રોઝન ફિશે જથ્થાની દ્રષ્ટિએ ૧૬.૩૭ ટકા અને ડોલરમાં આવકની દ્રષ્ટિએ ૬.૭૫ ટકાનો હિસ્સા સાથે બીજાે ક્રમ જાળવી રાખ્યો છે.

જાેકે, જથ્થાની દ્રષ્ટિએ તેની નિકાસ ૧૫.૭૬ ટકા અને ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ ૨૧.૬૭ ટકા ઘટી છે. ત્રીજી કેટેગરી અન્ય ચીજાે કે જેમાં સુરીમી (ફિશ પેસ્ટ) અને સુરીમી અનાલોગ (ઇમિટેશન) પ્રોડક્ટ્‌સ નોંધપાત્ર હિસ્સેદારી ધરાવે છે તેણે જથ્થાની અને રૂપિયાના મૂલ્યમાં અનુક્રમે ૦.૧૨ ટકા અને ૦.૨૬ ટકાની સાધારણ વૃદ્ધિ નોંધાવી છે, પરંતુ ડોલરના મૂલ્યમાં ૫.૦૨ ટકા ઘટી છે. મહામારીની સ્થિતિમાં મર્યાદિત એર કાર્ગો કનેક્ટિવિટીથી ચિલ્ડ ચીજાે અને લાઇવ ચીજાેની નિકાસ ઉપર નકારાત્મક અસર થતાં જથ્થાની દ્રષ્ટિએ તે અનુક્રમે ૧૬.૮૯ ટકા અને ૩૯.૯૧ ટકા ઘટી છે. કેપ્ચર ફિશરિઝનું યોગદાન જથ્થાની દ્રષ્ટિએ ૫૬.૦૩ ટકાથી ઘટીને ૫૩.૫૫ ટકા અને ડોલરના મૂલ્યમાં ૩૬.૪૨ ટકાથી ઘટીને ૩૨.૦૧ ટકા થયું છે. જાે કે, તિલપિયા અને ઓર્નામેન્ટલ ફિશનું પ્રદર્શન સારું રહેતાં જથ્થાની દ્રષ્ટિએ ૫૫.૮૩ ટકા અને ૬૬.૫૫ ટકા તેમજ ડોલરના મૂલ્યમાં અનુક્રમે ૩૮.૦૭ ટકા અને ૧૪.૬૩ ટકા વધ્યું છે. જથ્થાની દ્રષ્ટિએ ટ્યુનામાં ૧૪.૬૬ ટકાનો વધારો થયો છે,

પરંતુ ડોલરમાં આવકો ૭.૩૯ ટકા ઘટી છે. ક્રેબ અને સ્કામ્પીની નિકાસ જથ્થા અને મૂલ્ય બંન્નેમાં ઘટી છે. યુએસએ ૨,૯૧,૯૪૮ એમટીની આયાતો સાથે ડોલરની દ્રષ્ટિએ ૪૧.૧૫ ટકા હિસ્સા સાથે સૌથી મોટા ભારતીય સીફૂડ આયાતકર્તા તરીકે જળવાઇ રહ્યું છે. યુએસએમાં નિકાસ રૂપિયાના મૂલ્યમાં ૦.૪૮ ટકા વધી છે, પરંતુ જથ્થા અને ડોલરની દ્રષ્ટિએ અનુક્રમે ૪.૩૪ ટકા અને ૪.૩૫ ટકા ઘટી છે. યુએસએમાં સૌથી વધુ ફ્રોઝન શ્રિંપની નિકાસ થઇ છે તેમજ વન્નામેઇ શ્રિંપની જથ્થાની દ્રષ્ટિએ નિકાસ ૬.૭૫ ટકા વધી છે. જાેકે, તેની બ્લેક ટાઇગર શ્રિંપની આયાત જથ્થા અને ડોલરની દ્રષ્ટિએ અનુક્રમે ૭૦.૯૬ ટકા અને ૬૫.૨૪ ટકા ઘટી છે. ચાઇના ૯૩૯.૧૭ મિલિયન ડોલરના મૂલ્યના ૨,૧૮,૩૪૩ એમટી સીફૂડ સાથે બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ રહ્યું છે

તેમજ ડોલરમાં આવકોમાં તેનો હિસ્સો ૧૫.૭૭ ટકા અને જથ્થાની દ્રષ્ટિએ ૧૯ ટકા છે. જાેકે, ચાઇનામાં નિકાસ જથ્થા અને ડોલરના મૂલ્યમાં અનુક્રમે ૩૩.૭૩ ટકા અને ૩૧.૬૮ ટકા ઘટી છે. ચાઇનામાં મુખ્ય આઇટમ તરીકે ફ્રોઝન શ્રિંપની નિકાસ થઇ છે તથા જથ્થાની દ્રષ્ટિએ તેનો હિસ્સો ૪૬.૬૪ ટકા અને ડોલરમાં આવકમાં તેનો હિસ્સો ૬૧.૮૭ ટકા છે. યુરોપિયન સંઘ ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ ૧૩.૮૦ ટકા સાથે ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર રહ્યું છે, જેણે મુખ્ય આઇટમ તરીકે ફ્રોઝન શ્રિંપની આયાત કરી છે. જાે કે, ઇયુમાં ફ્રોઝન શ્રિંપની નિકાસ જથ્થા અને ડોલરના મૂલ્યમાં અનુક્રમે ૫.૨૭ ટકા અને ૬.૪૮ ટકા ઘટી છે. દક્ષિણ પૂર્વ એશિયાનો હિસ્સો ડોલરના મૂલ્યમાં ૧૧.૧૭ ટકા રહ્યો છે. જાેકે, જથ્થા અને ડોલરમાં આવકોની દ્રષ્ટિએ તે અનુક્રમે ૨.૫૬ ટકા અને ૫.૭૩ ટકા ઘટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.