Western Times News

Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાત લેશે

હું ગુજરાત આવી રહ્યો છું, બધા ભાઇ બહેનોને મળીશ, ટ્‌વીટ બાદ ફરી રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ

અમદાવાદ, ગુજરાતમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નરેશ પટેલ દ્વારા સરકારની કોરોના દરમિયાનની કામગીરીની પણ ભારે ટીકા થઇ અને આમ આદમી પાર્ટીનાં વખાણના પગલે રાજકીય હડકંપ આવ્યો છે.

બીજી તરફ ૧૪મી તારીખે સવારે દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેમણે ગુજરાતીમાં ટ્‌વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું. બધા ભાઇ બહેનોને મળીશ. આ ટ્‌વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જાેવા મળી રહ્યા છે.

સુત્રો અનુસાર કેજરીવાલ સવારે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. અહીંથી તેઓ સીધા શાહિબાગ સર્કિટ હાઉસ જશે. અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાશે. ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.

અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જાેડવામા આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાનતી મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.