Western Times News

Gujarati News

માલપુર નાફેડ કેન્દ્રના બે મજૂરોએ સાહેબની પોલ ખોલતી ઓડિયો કલીપ વાઇરલ કરી

નાફેડ કેન્દ્રમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ…!! 

અરવલ્લી , રાજ્ય સરકાર ખેડૂતોને તેમના પાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરતા કેન્દ્રોમાં અનેકવાર કૌભાંડ થતા હોવાની બૂમો ઉઠતી રહી છે ચાલુ વર્ષે સરકારે ટેકાના ઘઉંની ખરીદી માટે પ્રતિમણ રૂ.૩૯૫ નક્કી કરતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો

અરવલ્લી જીલ્લાના નાફેડકેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ગોલમાલ થતી હોવાની અને ખરીદી કરતા એક ગોડાઉનમાં અધધ ૧૪૦ કટ્ટા ઘઉંના વધુ હોવાના અને દરરોજ ૧૫ થી ૨૦ ઘઉંના કટ્ટાની ગોલમાલ થતી હોવાનો બે શ્રમિકો વચ્ચેની વાર્તાલાપનો ઑડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે

ગુજરાત રાજય પુરવઠા નિગમ લી. દ્વારા ચાલુ વર્ષે ઠરાવેલ પ્રતિમણ રૂ.૩૯૫ ના ટેકાના ભાવે ઘઉં ખરીદીની પ્રક્રિયા અને રજીસ્ટ્રેશન હાથ ધરાયું હતું.અરવલ્લી જિલ્લામાં ૮ કેન્દ્રો શરૂ કરાયા હતા અને ૮ મી માર્ચ થી ૩૧ મી માર્ચ ૨૦૨૧ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવાતા જિલ્લામાંથી ૬૯૫૫ ખેડૂતોએ પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે

ત્યારે અરવલ્લી જીલ્લામાં આવેલ એક નાફેડ ખરીદ કેન્દ્રમાં અધિકારી અને તેના મળતિયા દ્વારા ઘઉંની ખરીદીમાં ભારે ગોલમાલ થતી હોવાની બે શ્રમિકોની ઑડિયો કલીપ વાયરલ થતા જીલ્લામાં ભારે હડકંપ મચ્યો છે નાફેડકેન્દ્ર્‌મા અધિકારી સાથે રહેલા મળતિયાના છોકરાને કેન્દ્રના અધિકારીએ કેરી લઇ આપી હોવાની વાત થઇ રહી છે ત્યારે તંત્ર આ ઑડિયો કલીપ અંગે તપાસ કરે તે ખુબ જરૂરી બન્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.