Western Times News

Gujarati News

આરોપી જાેખમી કેમિકલથી ઘરમાં એમડી ડ્રગ્સ બનાવતો

સુરત: સુરતમાં નશાના કરોબારને લઈને પોલીસે ડ્રગ વેચાણ કરતા લોકોને ઝડપી પાડવાની ખાસ ઝુંબેશ શરુ કરી છે. જે અંતર્ગત સુરતના ડુમસ રોડ પરથી પોલીસે એક કરોડ રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીએ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને ઝડપી પડ્યો છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીએ યુટ્યુબ તથા વિકીપીડીયામાં સર્ચ કરી પ્રાયોગિક ધોરણે પોતાના ઘરે લેબ બનાવી હતી.

જે અંતર્ગત જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરી ડ્રગ્સ બનાવતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં નશાનો કારોબાર ખૂબ જ જાેર-શોરમાં ચાલતો હતો. આજની યુવા પેઢી નશાના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહી હતી. આથી નશાનો કારોબાર કરતા લોકોને ઝડપી પાડવા એકે ખાસ આયોજન કરી સુરત પોલીસે ડુમસ રોડ પરથી એક કરોડ રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું હતું. ૨૨/૦૯/૨૦૨૦ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાંચે આરોપી સલમાન ઉર્ફે અમન મોહમદ હનીફ ઝવેરીને ૧૦૧૧.૮૨ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝકપી પાડ્યો હતો. આ ડ્‌ર્ગ્સની કિંમત રૂપિયા ૧,૦૧,૧૮,૨૦૦ થતી હતી.

આ અંગે વધુ તપાસ કરતા એક પછી એક નવા ખુલસા થયા હતા. પોલીસે આ કેસમાં અત્યારસુધી ૧૬ જેટલા આરોપીની ધરપકડ કરી છે. ગુનામાં મુંબઇથી ગુજરાતમાં એમડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર તથા એમડી ડ્રગ્સનું પ્રોડક્શન કરનાર મુખ્ય ડ્રગ્સ ડીલર મનોજ ઉર્ફે બાલા લક્ષ્મણ પાટીલ (મૂળ રહે. નીધવલી પોસ્ટ,વરસઇ તા.પેન, જી.રાયગઢ, મહારાષ્ટ્ર) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે બાતમીના આધારે આરોપીને મુપો વરસઈ ગોડસે વિદ્યામંદિર પાસેથી પકડી પાડી વધુ તપાસ માટે સુરત ખાતે લઇ આવી હતી.

આરોપીની વધુ પૂછપરછ શરુ કરતા આરોપી ગુનામાં પકડાયેલા મુદ્દામાલ પૈકીનો અમુક મુદ્દામાલ એમ.ડી.ડ્રગ્સની બનાવટ અંગે યુટ્યુબ તથા વિકીપીડીયામાં સર્ચ કરી પ્રાયોગિક ધોરણે પોતાના ઘરે લેબ બનાવી જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરી ઉત્પાદિત કર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી આ જથ્થો મુંબઈના અગાઉ પકડાયેલ આરોપી વીરામની ઉર્ફે અન્ના અન્ડાપમાન તથા આરોપી પ્રવિણ રોહીદાસ મ્હાત્રે મારફતે વાપીના આરોપી મનોજ શીતલ પ્રસાદ ભગતને પહોંચાડતો હતો.

આરોપી મનોજ ભગત વાપીથી સુરતના એમ.ડી.ડ્રગ્સના ડીલર મોહમદ સલમાન ઉર્ફે અમન મોહમદ હનીફ ઝવેરીને વેચાણ કરતા હતા. આરોપી મોહમદ સલમાન ઉર્ફે અમન ઝવેરી સુરતના સ્થાનિક પેડલરોને વેચાણ કરતો હતો. આમ સુરત શહેરના મુખ્ય એમડી ડ્રગ્સ ડીલરથી લઇ મુંબઇના મુખ્ય એમ.ડી.ડ્રગ્સના ઉત્પાદક એકમ સુધી પહોંચી આરોપીઓને પકડી પાડી સુરત શહેરમાં પ્રતિબંધિત એમ.ડી.ડ્રગ્સની ચેઇન તોડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. જાેકે, પકડાયેલ આરોપીની વધુ તપાસ અર્થે પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.