Western Times News

Gujarati News

ઘોઘંબા માર્કેટીંગ યાર્ડમાં મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરાઈ

ઘોઘંબા, પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા તાલુકાના કાર્યકરોની એક મિટિંગ માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગમાં તાલુકામાંથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

તાલુકાના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનુ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠનની રચના કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી. અને એ હેતુ માટે મિટિંગ રાખવામાં આવી હતી.જીલ્લા પ્રમુખે ઘોઘંબા તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખના નામોની જાહેરાત કરી નિયુક્તિ કરવામાં આવી.

તાલુકા પ્રમુખ તરીકે બાકરોલ ગામના રાજકીય આગેવાન અને ઘોઘંબા એપીએમસીના પૂર્વ ચેરમેન અર્જુનસિંહ બારીઆ અને ઉપપ્રમુખ તરીકે શેરપુરા ગામનાં જગદીશભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી. આ નિયુક્તિને ઉપસ્થિત સૌ કાર્યકરો એ વધાવી લીધી હતી.

કાર્યકરોને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, આપણા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બની રહ્યું છે. હવે સૌ કાર્યકરોએ જેતે જવાબદારી લઈ સક્રિય થવાની અને કામગીરી કરવાની જરૂર છે. આપણે સૌ પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે જઈને લોકોની અને ગામની સ્થાનિક સમસ્યાઓ સાંભળી દૂર કરવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા જણાવાયું હતું.

કાર્યકરોએ પાર્ટી માટે અને સ્થાનિક સમસ્યાઓને દૂર કરવા માટે મહત્વનું સ્થાન ધરાવતા હોય છે. પાર્ટીમાં વિવિધ પ્રકારની જવાબદારી લઈને પાર્ટીના પ્રચાર પ્રસાર માટે અને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે સમય આપવો પડશે અને સક્રિય થવું પડશે એમ કહી તાલુકામાં વિવિધ પદોની નિયુક્તિ પણ આવનારા સમયની અંદર કરવામાં આવશે

જેમાં યુવા સમિતિ, મહિલા સમિતિ, કિસાન સમિતિ, છાત્ર સંઘર્ષ સમિતિ, બક્ષીપંચ સમિતિ, એસટી સમિતિ, એસસી સમિતિ, માઇનોરીટી સમિતિ જેવી તમામ સમિતિઓની રચના જિલ્લા લેવલે અને તાલુકા લેવલે કરવામાં આવનાર છે જેથી તમામ કાર્યકરોએ જે તે જવાબદારી લઈને હોદ્દેદાર તરીકે કામ કરવું પડશે.

હોદેદારોને ખાસ ધ્યાન રાખવાનુ છે કે અન્ય રાજકીય પક્ષો અને અન્ય લોકો દ્વારા કેટલાક પ્રકારના દાબ દબાણ, લોભ લાલચ આપવામાં આવી શકે છે, કેટલાક સંઘર્ષો ઊભા થઈ શકે છે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સાથે સાથે જણાવવામાં આવ્યું કે, આપણી વાણી, વર્તન, વ્યવહાર વિવેક પૂર્ણ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.