Western Times News

Gujarati News

હું આમ આદમી પાર્ટીમાં જાેડાવાનો નથી તે ભાજપની બી પાર્ટી : હાર્દિક પટેલ

સુરત: કોંગ્રેસના કાર્યકાહી અધ્યક્ષ હાર્દિક પટેલના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાશે તેવી ચર્ચા ઉઠી છે. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપમા જાેડાવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે.

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટીને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, આ બધુ જનતા નક્કી કરશે. કોંગ્રેસના અધ્યક્ષ હિત જાહેર થાય તે તેમના હિતમાં છે, નહિ તો આ પ્રકારના નિવેદનો આવતા રહેશે. ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો આપમાં જાેડાઈ રહ્યા છે. અત્યાર સુધી બધા ભાજપમા જાેડાતા હતા. પહેલીવાર લોકો બીજી પાર્ટીમાં આવી રહ્યા છે. આવા નિવેદનો આપીશુ તો રાહુલ ગાંધીની નજરમાં આવીશુ, તેથી આવા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.

ભાજપનો આર્થિક સપોર્ટ છે એ વાત આશ્ચર્યજનક છે. આપ પાસે સારુ કાર્યાલય નથી, ચૂંટણી લડવા માટે રૂપિયા નથી, ભાજપ જેવી ભવ્યતા નથી, છતા કોઈ આવુ કહેતા હોય તો તે હાસ્યસ્પદ વાત છે. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ કે, ગુજરાતના રાજકારણમાં આ બીજા નંબર માટેની લડાઈ છે. ભાજપ પહેલા નંબર છે. આપ અને કોંગ્રેસ વચ્ચે બીજા નંબર માટે લડાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.