Western Times News

Gujarati News

ફર્સ્ટ વેવની વ્યવસ્થા આજેય મ્યુનિ. વેબસાઈટ પર દર્શાવાઈ રહી છે

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ કોરોનાની ફર્સ્ટ વેવ અને છેલ્લા એપ્રિલ-મે મહિનામાં આવેલી સેકન્ડ વેવ વખતે તેની સત્તાવાર વેબસાઈટપરથી અમદાવાદીઓને ક્યારેય રિયલટાઈમ ડેટા આપી શક્યા નથી. છેલ્લે છેલ્લે હાઈકોર્ટની લાલ આંખના પગલે તંત્રે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના બેડની સ્થિતિ દર્શાવતી માહિતી વેબસાઈટ પર મુકવા લીધી છે.

જાેકે તેનેપણ સમયસર અપડેટકરાતી નથી. હવે તંત્રની ઘોર બેદરકારીનું વધુ એક ઉદાહરણ ચર્ચાસ્પદ બન્યું છે. કોરોનાની ફર્સ્ટ વેવ વખતે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલિવરી આપવાને લગતી વેબસાઈટના હોમ પેજ પર મુકાયેલી માહિતી હજુ પણ જળવાયેલી છે.

ગત તા. ૧પ મે, ર૦ર૦ વખતે કોરોનાની ફર્સ્ટ વેવ હેઠળ અમદાવાદ સમગ્ર દેશની જેમ લોકડાઉનમાં હતું. તે દિવસે તંત્રે વેબસાઈટ પર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે શાકભાજી, કરિયાણુ, ફળફળાદી વગેરેની હોમ ડિલિવરને લગતી માર્ગદર્શિકા મૂકી હતી. જે મુજબ લોકોને રિલાયન્સ રિટેલ, ડી-માર્ટ, ઓસિયા, બિગ બજાર, ફ્રેન્ડી, ગ્રોફર્સ, બિગ બાસ્કેટ, સ્વિગી, ઝોમેટો જેવી અન્ય તમામ હોલસેલ અને રિટેલ એજન્સીઓની મોબાઈલ એપ પરથી ઓર્ડર આપી હોમ ડિલિવરી મેળવવાની સૂચના આપી હતી.

ઉપરાંત આ તમામ એજન્સીઓએ હોમ ડિલિવરી કરતી વખતે વિવિધ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની પણ તાકીદ કરાઈ હતી, જવેમ કે હોમ ડિલિવરી સવારના ૧;૦ થીપ વાગ્યા દરમિયાન કરવી, કોરોના સંક્રમણથી બચવા ડિજિટલ પેમેન્ટથી વ્ય્વહાર કરવો, ડિલિવરી કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, છૂટછાટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરવું.

એજન્સી સાથે સંકળાયેલા તમામ લોકોના હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવી લઈને તેને દર સાત દિવસે રિન્યૂ કરાવવા વગેરે નિયમોનું ચુસ્ત પાલન કરવાની કડક તાકીદ કરાઈ હતી, જાે કે આ સઘળી માર્ગદર્શિકા ક્યારનીય અર્થહીત બની છે. હવે ક્યાંય લોકડાઉન નથી કે લોકોની મુક્ત અવરજવર પણ આંશિક પ્રતિબંધ પણ નથીે.

આ બાબત હોમપેજ પર મુકાયા બાદ સાબરમતી નદીમાં ઘણાંપાણી વહી ચૂક્યાં છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલ્યું નથી. અને આજે પણ આઉટડેટેડ માહિતી લોકોના લમણે ફટકરાઈ રહી છે. દરમિયાન રાજ્યમાં સિનિયર સિટીઝનોને ઝડપથી નિયર ટુ હોમ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. આનાથી અમદાવાદ સહિત ગુજરાતમાં સિનિયર સિટીઝનોને ઘર નજીક વેક્સિનનો લાભ મળવાથી સેન્ટર સુધી જવાના ધક્કા અને હાડમારીથી બચી શકશે અને તેમના વેક્સિનેશનમાં ગતિ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.