Western Times News

Gujarati News

અમેરિકો વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી

Files Photo

વોશિંગ્ટન: અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. જાેકે, ફેડરલ એજન્સીના જણાવ્યા મુજબ ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી એચ-૧બી વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે. એચ-૧બી વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેકનિકલ નિષ્ણાતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે.

યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)ના જણાવ્યા મુજબ જે વ્યાવસાયિકોની અરજીઓ ૧લી ઑક્ટોબર ૨૦૨૦ પછી રજૂ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને જ ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે. જાેકે, આ વ્યાવસાયિકોએ ૧લી ઑક્ટોબર ૨૦૨૧ પહેલાં ફરીથી અરજી કરવાની રહેશે. તેમની અરજીઓ યોગ્ય રીતે રજૂ કરાશે તો અમે અસલ રિસિપ્ટ તારીખે અરજી દાખલ કરાઈ હોવાનું ધ્યાનમાં લઈશું. અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓ એચ-૧બી વિઝાના આધારે ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.

અમેરિકામાં પાવરફુલ યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે સ્કીલ્ડ અને વ્યાવસાયિક કર્મચારીઓની તીવ્ર અછત પૂરી કરવા અભિયાન હાથ ધર્યા પછી સરકારે ર્નિણય લીધો. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આ મહિનાના પ્રારંભમાં શરૂ કરાયેલા અમેરિકા વર્ક્‌સ અભિયાનના ભાગરૂપે એચ-૧બી ક્વોટાની માગ વધી છે, જે હાલમાં ૬૫,૦૦૦ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા અન્ય ૨૦,૦૦૦ છે.

વર્ષ ૨૦૨૦માં યુએસસીઆઈએસે એચ-૧બી કેપ માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકી હતી. એચ-૧બી અરજીની મર્યાદાને આધિન સંભવિત અરજદારોએ પહેલાં તેમની અરજી ઈલેક્ટ્રોનિકલી રજિસ્ટર કરાવેલી હોવી જાેઈશે અને પ્રત્યેક લાભાર્થીએ ૧૦ યુએસ ડોલરની એચ-૧બી રજિસ્ટ્રેશન ફી ભરેલી હોવી જાેઈએ.

યુએસસીઆઈએસ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે પ્રારંભિક ફાઈલિંગ સમય દરમિયાન દાખલ અરજીઓની સંખ્યા અંદાજ કરતાં ઓછી છે અને તેને આઁકડાકીય ફાળવણી સુધી પહોંચાડવી જરૂરી છે. કોરોના મહામારીના કારણે સર્જાયેલી આર્થિક, રાજકીય અને જાહેર સ્વાસ્થ્ય અનિશ્ચિતતા સહિતના અનેક પરીબળોના કારણે આ વિસંગતતા જાેવા મળી છે. ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૧માં અમેરિકાએ સૌપ્રથમ વખત ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકી હોવાથી પણ આ વર્ષે અરજીઓની સંખ્યા ઘટી હોવાનું મનાય છે.

યુએસસીઆઈએસે કહ્યું કે, તેથી જ અમે ઑગસ્ટ ૨૦૨૦માં અનામતમાં રાખેલ વધારાના રજિસ્ટ્રેશન પસંદ કર્યા હતા. ઑગસ્ટ ૨૦૨૦માં પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન માટે ફાઈલિંગ સમય ૧૬, નવેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરો થયો હતો. કેટલાક અરજદારોએ ૧લી ઑક્ટોબર ૨૦૨૦ પછી અરજી કરી હતી, જેને પ્રારંભિક રજિસ્ટ્રેશન સમય દરમિયાન રજૂ કરાયેલી હોવાના આધારે રદ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.