Western Times News

Gujarati News

વિરપુર તાલુકાની ૧૩૯ પ્રાથમિક શાળાના બાળકોના ધરે ધરે જઈને શિક્ષણ આપતા ૫૨૩ શિક્ષકો

ફરજ દરમ્યાન ૭૬ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા….તો ૪ જેટલા શિક્ષકો કોરોના કારણે મોત નિપજયા

વિરપુર: કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ રહેવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે કોરોનાના કેસમાં ઘટાડો થતા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓના રહેણાંક વિસ્તારમાં જઈને શેરી શિક્ષણ આપવાનો નવતર અભિગમ અપનાવ્યો છે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શેરી શિક્ષણ શરુ કરી નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ હાથ ધર્યો છે વિરપુર તાલુકાની ૧૩૯ પ્રાથમિક શાળા આવેલી છે

જેમાં ૫૨૩ જેટલા શિક્ષકોએ શેરી શાળા થકી એક અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓ રહેતા હોય તેમના વિસ્તારમાં પહોંચી અભ્યાસથી કોઈ બાળક વંચીત રહી ન જાય તે માટે તેમની શેરીમાં જ અભ્યાસ કરાવી “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ની યુક્તિને સાર્થક કરી રહ્યા છે હાલ ઓનલાઇન એજ્યુકેશન ચલાવવામાં આવી રહ્યું છે પણ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જેમના ઘરમાં ટીવી કે મોબાઇલ નથી.

આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિરપુર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શ્રમદાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ વિદ્યાર્થીના ઘરે જઇ અભ્યાસ કરાવવા ઉપરાંત કોરોના વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની પણ જાગૃતિ ફેલાવી રહ્યાં છે  શિક્ષકોએ શેરી શાળા થકી એક અનોખી પહેલ કરી છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.