Western Times News

Gujarati News

સામાન્ય વરસાદથી ધાનેરામાં અંધારપટઃ લોકો ભારે હેરાન

ધાનેરા, ધાનેરામાં વિધુતબોર્ડ ની નબળી કામગીરી થી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ જાય છે અને ધાનેરા માં અંધારપટ છવાઈ જવા પામે છે અને લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો બીજી તરફ વિધુત બોર્ડ ની પ્રિમોન્સુન પ્લાન ની કામગીરી જીરો દેખાઈ રહી છે અને ધાનેરા ના જાહેર માર્ગો ઉપર ના વીજ થાંભલા અને વીજ લાઈન ઘાસ માં અટવાયેલી જોવા મળી રહી છે. ધાનેરા વિસ્તાર માં વિધુત બોર્ડ ની નબળી કાગીરીથી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ધાનેરા શહેર અને ધાનેરા તાલુકા માં સામાન્ય વરસાદથીજ વીજળી ગુલ થઇ જાય છે અને લોકો ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ચોમાસા પહેલા વિધુત બોર્ડ ધ્વરા પ્રિમોન્સુન ની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં વીજ લાઈન ચકાસણી કરવી અને વીજ થાંભલા તેમજ વીજ લાઈન સારી રીતે રીપેર કરવી જેથી સામાન્ય વરસાદ માં વીજળી ગુલ ન થાય અને લોકો ને ભારે મુશ્કેલી નો સામનો ન કરવો પડે પરંતુ ધાનેરા માં તો કૈક અવળીજ ગંગા જોવા મળી રહી છે વીજ લાઈન રીપેર કરવાની વાત તો દૂર રહી પણ વીજ લાઈન અને વીજ થાંભલા પાર ચડેલું ઘાસ દૂર કરવાનો પણ વીજ કર્મચારીઓ પાસે ટાઈમ નથી ચોમાસુ પૂરું થવાના આરે છે.

છતાં પણ વીજ થાંભલા અને વીજ લાઈન ઘાસ માં લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને આજ દ્રશ્યો વીજકર્મચારીઓ ની કામગીરીની પોળ ખોલી રહ્યા છે ગત રાત્રે સામાન્ય વરસાદ થીજ ધાનેરા ના શિવનગર તેમજ અન્ય વિસ્તાર માં વીજળી ગુલ થઇ ગઈ હતી અને લોકોએ ખુબજ મુશ્કેલી સાથે રાત વિતાવી હતી અને જયારે લાઈટ બન્ધ થઇ જાય ત્યારે ધાનેરા વિધુતબોર્ડ ના કર્મચારીઓ પોતપોતાનો ફોન બન્ધ કરી નાખે છે અને લોકો ને જવાબ પણ આપતા નથી આતો વાત હતી માત્ર ચોમાસા ની પણ ધાનેરા શાહે માં તો કેટલાક ઘરો ઉપર થી જોખમી વીજ લાઈન પસાર થાય છે.

તે બાબતે અનેક વાર લેખિક અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ વીજ કર્મચારીઓ સાંભળવા નથી ત્યારે આ જોઈ એવું લાગી રહ્યું છે કે ધાનેરા વિધુતબોર્ડ ના અધિકારીઓ અને કર્મચારીઓ ધાનેરા માં મોટી જાનહાની ની રાહ જોઈને બેઠા છે. આતો વાત હતી માત્ર ધાનેરા શહેર ની પણ જો ધાનેરા તાલુકા ની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકા ના ધાખા ફતેપુરા જેવા અનેક ગામોમાં પણ વીજળી બન્ધ થઇ જવા પામી હતી અને લોકોએ ખુબજ મુશ્કેલી સાથે રાત વિતાવી હતી ત્યારે ધાખા માં તો લોકોએ ભેગા મળી ધાખા સબ સ્ટેશન માં હોબાળો પણ મચાવ્યો હતો છતાં પણ આ ભેરા અધિકારીઓ કોઈનું સાંભળવા તૈયાર જ નથી.

ત્યારે હવે તમે પણ સાંભળો કે લોકો શું કહે છે ધાનેરા વિધુત બોર્ડ ની ઓફિસ નો થોડા દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈપણ અધિકારીઓ હાજર નહતા અને ઓફિસ માં લાઈટ તેમજ પંખા ચાલુ જોવા મળ્યા હતા આ જોઈ એવું લાગી રહ્યું છે ધાનેરા વાસીઓ ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે અને વિધુત બોર્ડ ના અધિકારીઓ આરામ ફરમાવી રહ્યા છે ત્યારે આ બાબતે લગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક પગલાં ભારે નહિતર આવનારા સમય માં લોકો ભારે આંદોલન કરે તો પણ કોઈ નવાઈ ની વાત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.