Western Times News

Gujarati News

JCB મશીનો ભાડે લઈને તેને કાશ્મીરમાં વેચવાનું કોભાંડ પકડાયું

Files Photo

સુરેન્દ્રનગર: કોરોના કાળ બાદ રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે તે સાબિત કરવા માટે એક નહિ ઘણા બધા બનાવો અખબારોમાં છપાઈને આવી રહ્યા છે. થોડા સમય પહેલા મોરબીમાં સીરામીક ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. જેની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેસીબી, હિટાચી જેવા હેવી વાહન ઉંચા ભાડાની લાલચ આપી ભાડે મેળવી લઈ કાશ્મીરમાં વેચી મારવાનું જબરૂ કૌભાંડ હળવદ પોલીસે ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી આવા છ વાહનો કબ્જે લઈ અન્ય બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં ત્રણ ભેજાબાજ શખ્સોએ વધુ ભાડું આપવાની લાલચ આપી ૧૪ જેસીબી અને ૨ હિટાચી મશીન લઇ ગયા બાદ ત્રણ-ચાર મહિના ભાડું ચૂકવ્યા પછી ફોન પણ બંધ કરી દેતા છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માર્ચ મહિનામાં હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા આ ત્રણેય શખ્સો દ્વારા ભાડે લીધેલા અર્થ મુવર મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા હાલ ૫ જેસીબી અને એક હિટાચી મશીન કબજે લઇ છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા બેચરભાઈ વેલાભાઇ મુંધવા અને તેમના સગા સબંધી પાસેથી ૧૪ જેસીબી અને ૨ હિટાચી મશીન વધુ ભાડુ આપવાની લાલચ આપી ત્રણ શખ્સો સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઈ ગયા હતા. જાેકે ત્રણ-ચાર મહિના ભાડુ ચૂકવ્યા બાદ આરોપીઓએ આરોપીઓનો કોઈ જ પત્તો ન મળતા છેતરપિંડી કરી હોવાનું સામે આવતા બેચરભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તપાસમાં ભાડે આપેલા જેસીબી અને હિટાચી મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું હતું. જેથી હળવદ પોલીસ સ્ટાફ જમ્મુ કાશ્મીરથી હાલ પ જેસીબી અને ૧ હિટાચી મશીન ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧ હિટાચી મશીન ઝડપી લઇ તેને હળવદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હજુ ૯ જેસીબી ઝડપવાના બાકી હોય તેથી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.