Western Times News

Gujarati News

ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંકયા છેઃ નીતિન પટેલ

ગાંધીનગર, જૂનાગઢની ઘટના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું, આપઁના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ આપના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા

નીતિન પટેલે વધુ એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જાેયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુઃખ થાય છે તેવું કહેતા નીતિન પટલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા છે અમે કોઈને વિચારો વ્યક્ત કરતા રોકી શકાય નહીં, આવી ઘટનાઓથી મને પણ દુઃખ થાય છે તેમ નીતિન પટલે જણાવ્યું હતું.

જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવિણ રામ અને હરેશ રાવલિયા સહિત AAP ૩૦ કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે ૧૦ શખ્સો સહીત શખ્સોના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી ૩૦૭ સહિતની ફરિયાદ નોંધાવી છે.

ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આપના એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. જેમાં હુમલો કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે એફઆઇઆરની કૉપી તેમને આપવામાં આવે. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ફરિયાદની કૉપી નથી આપી તથા AAP દ્વારા નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે કલમ નથી ઉમેરવામાં આવી.
એવામાં હ્લૈંઇની કોપી નહીં અપાય ત્યાં સુધી કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જ બેઠા રહેશે તેવું આહવાહન કરવામાં આવ્યું છે. રાતે ધરણાં દરમિયાન રામધૂન બોલાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.