Western Times News

Gujarati News

કોરોનાથી સ્વસ્થ થનારાના હાડકા પર કોવિડની અસર

Files Photo

મુંબઈ: કોરોના મટ્યા બાદ મ્યુકરમાઈકોસિસ જેવા ગંભીર ફંગલ ઈન્ફેક્શન બાદ હવે દર્દીઓના હાડકાં પર કોવિડની અસર દેખાઈ રહી છે. એવાસ્ક્યુલર નોક્રોસિસ (એવીએન) નામના આ રોગમાં હાડકાના ટિશ્યૂ મરી જાય છે. મુંબઈમાં એવીએનના ત્રણ કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. ડૉક્ટર્સનું માનવું છે કે આગામી દિવસોમાં તેના દર્દીઓની સંખ્યા વધી શકે છે. કોરોનાની ટ્રીટમેન્ટમાં વપરાતા સ્ટિરોઈડને કારણે જ એવીએન થતો હોવાનું ડૉક્ટર્સ માની રહ્યા છે.

હાલ મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં ૪૦ વર્ષથી ઓછી વય ધરાવતા ત્રણ દર્દીઓને એવીએનની ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. આ તમમ દર્દીઓને બે મહિના પહેલા કોરોના થયો હતો. શરીરના સૌથી લાંબા ગણાતા જાંઘના હાડકામાં તેમને ખૂબ જ દુઃખાવો થયા બાદ આ દર્દઓને હોસ્પિટલમાં લવાયા હતા.

હિન્દુજા હોસ્પિટલના ડૉ. સંજય આગ્રાવાલાનું એવીએન અંગેનું રિસર્ચ પેપર શનિવારે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ગણાતી બીએમજે કેસ સ્ટડિસમાં પ્રસિદ્ધ થયું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની ટ્રીટમેન્ટમાં વપરાતા કોર્ટિકોસ્ટિરોઈડના વધારે વપરાશને કરાણે એવીએન થાય છે. અન્ય કેટલાક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરાઈ હતી, તેમણે પણ એવીએનના કેસ પોતાની પાસે આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી.

હાડકાને હંગામી કે કાયમી ધોરણે બ્લડ સપ્લાય બંધ થઈ જાય ત્યારે એવીએન થાય છે. લોહી મળતું બંધ થઈ જવાથી હાડકાંના ટિશ્યૂ મરી જાય છે અને તેના કારણે હાડકું નબળું પડી તૂટી જાય છે. તેના કારણે સાંધા પર પણ ગંભીર અસર પડી શકે છે. સામાન્ય રીતે ઈજા, ફ્રેક્ચર તેમજ લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાના કારણે નસોને થતાં નુક્સાનથી એવીએન થતો હોય છે. તેના લક્ષણોની વાત કરવામાં આવે તો દર્દીને શરુઆતમાં સાંધામાં સામાન્ય દુઃખાવો થાય છે, જે ઉત્તરોત્તર વધતો રહે છે.

મહારાષ્ટ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઈન્ટેન્સિવિસ્ટ એવા ડૉ. રાહુલ પંડિતના જણાવ્યા અનુસાર જે લોકોએ કોરોનાની લાંબો સમય સારવાર લીધી હોય તેમને એવીએનનું સૌથી વધુ જાેખમ છે. તેમનું કહેવું છે કે સ્ટિરોઈડના ઉપયોગના પાંચથી છ મહિનાના ગાળામાં એવીએન થતો હોય છે. મહારાષ્ટ્ર તેમજ આખા દેશમાં એપ્રિલમાં કોરોનાની બીજી લહેર સર્વોત્તમ સપાટીએ હતી ત્યારે દર્દીઓને મોટા પ્રમાણમાં સ્ટિરોઈડ અપાયા હતા. જેથી, ઓક્ટોબર સુધીમાં એવીએનના કેસ બહાર આવતા રહે તેવી શક્યતા છે.

હાલ મુંબઈમાં નોંધાયેલા એવીએનના તમામ દર્દીઓમાં આ રોગ શરુઆતના તબક્કામાં જ પકડાઈ જતાં તેમને સર્જરીની જરુર નહીં પડે. એવીએનના સ્પેશિયાલિસ્ટ મનાતા ડૉ. આગ્રાવાલાના જણાવ્યા અનુસાર, કોરોનાની ટ્રીટમેન્ટમાં જેમણે પણ સ્ટિરોઈડ લીધા હોય તેવા દર્દીને જાે જાંઘ કે નિતંબમાં દુઃખાવો થાય તો તેમણે તાત્કાલિક સ્ઇૈં કરાવી લેવો જાેઈએ, જેથી તેમને એવીએન છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકે. જાે આ દર્દીઓની તુરંત ટ્રીટમેન્ટ શરુ કરી દેવાય તો તેનું ઝડપથી રિઝલ્ટ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.