Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને એલ. જી. ઇન્સ્ટીટ્યુટના સંયુક્ત ઉપક્રમે ઉધોગ સાહસિકતા અંગે જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન

સ્ટાર્ટઅપમાં સફળતા દર 5 થી 6 ટકા છે જેમાંથી માત્ર એક ટકા જ ઉતકૃષ્ટ પ્રદર્શન કરે છે –શ્રી દિનેશ અવસ્થી ,પૂર્વ ડાયરેક્ટર, EDI (એન્ટરપ્રીન્યોરશીપ ડેવલેપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા)

ગુજરાતમાં  સ્ટાર્ટઅપ સફળતાનો દર 55 થી 60 ટકા જેટલો છે  – શ્રી ડી.આર.પરમાર,સંયુક્ત કમિશનર, સ્ટાર્ટઅપ સેલ

ભારતમાં સ્ટાર્ટઅપની સફળતાનો દર 5 થી 6 ટકા જેટલો છે અને તેમાંથી માત્ર 1 ટકા સ્ટાર્ટઅપ જ ઉતકૃષ્ટ પ્રદર્શન કરે  છે તેમ EDIના પૂર્વ ડાયરેક્ટર શ્રી દિનેશ અવસ્થીએ જણાવ્યું હતુ.

અમદાવાદ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને એલ.જી. ઇન્સ્ટીટ્યુટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગેના સેમિનારમાં શ્રી દિનેશ અવસ્થીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

જયારે બીજી તરફ ગુજરાતમાં શરૂ થતા સ્ટાર્ટઅપ માંથી 55 થી 60 ટકા સ્ટાર્ટઅપ સફળ રહે છે તેમ ગુજરાત સ્ટાર્ટઅપ સેલના સંયુક્ત કમિશ્નર શ્રી ડી.આર.પરમારે જણાવ્યું હતુ.

તેમણે સ્ટાર્ટઅપ વિશે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં 200 થી વધુ ઇન્ક્યુબેટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઇન્ક્યુબેટર્સમાં રાજ્યના ઉધોગ સાહસિકો, આંતરપ્રિન્યોર્સ અને ઇનોવેટિવ વિચાર ધરાવતા યુવાનોના નવવિચારને વેગ મળી રહ્યો છે.

દિનેશ અવસ્થીએ વિશેષમાં કહ્યું કે, વિધાર્થીકાળથી જ બાળકોના ઇનોવેટીવ વિચારોને સાચી દિશા, માર્ગ મળે, બાળકોને પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તો તેમાંથી બનતા સ્ટાર્ટઅપ સમાજમાં લાંબાગાળાની અસરકારક અસરો છોડે છે.

પ્રત્યુત્તરમાં સંયુક્ત કમિશ્નરશ્રીએ કહ્યું કે, બાળકો,વિધાર્થીઓના નવોનમેષ વિચારોને સાચી દિશા આપવાના હેતુથી જ રાજ્યની કૉલેજ સહિત વિવિધ સ્થળોએ ઇનક્યુબેટર્સ કાર્યરત છે. જેમાં તજજ્ઞો દ્વારા આ નવવિચારો પર કાર્ય કરવામાં આવે છે.તેમાંથી સ્ટાર્ટઅપ ડેવલપ કરીને તેને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

શ્રી દિનેશ અવસ્થીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી એ દેશમાં નવાવિચારોને વેગ આપવા અને દેશમાં જોબ સિકર કરતા જોબ ગિવરની સંખ્યામાં વધારો કરવા મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ ઇન્ડિયા જેવી પહેલ હાથ ધરવામાં આવી છે.

તેઓએ વિશેષમાં કહ્યું કે, કોઇપણ સ્ટાર્ટઅપની સફળતા પાછળ ત્રણ પરિબળો ઇનોવશન (નવીનીકરણ),પ્રોડક્ટસ અને માર્કેટ રહેલા છે. આ ત્રણ ક્ષેત્રે સાચી દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો કોઇપણ સ્ટાર્ટઅપ જરૂરથી સફળતાના શિખરો સર કરે છે.

ગુજરાત સ્ટાર્ટઅપ સેલના સંયુક્ત કમિશ્વરશ્રી ડી.આર. પરમારે “ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ” વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની મદદથી વિગતવાર માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સ્ટાર્ટઅપનું વિઝન જોયું હતુ.

તેમના કાર્યકાળ સમયથી જ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કાર્યરત રહી છે. આજે દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્થાન મોખરાનું છે.રાજ્ય સરકાર દ્વારા નવા વિચારો પર રીસર્ચ અને ડેવલપમેન્ટ કરવા માટે તમામ પ્રકારની માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સંયુક્ત કમિશ્નર અને અમદાવાદ જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી બારહટે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સની પરિક્લપના સમજાવી હતી.જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના કર્મીઓમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે જાગૃકતા કેળવાય તે માટેના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ એમ પણ કહ્યુ કે વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ દ્વારા પણ સ્ટાર્ટઅપ મિશનના સૂત્રને મૂર્તિમંત કરી શકાય છે.

અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી માહિતગાર કરવા, નવી નીતિઓ વિશે સમજૂતી આપવા માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.ઓનલાઇન માધ્યમથી પણ સરકારી કર્મીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.