Western Times News

Gujarati News

કેશુભાઇ પટેલની ૯’મી માસિક પુણ્યતિથી નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

સોમનાથ, શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની ૯મી માસિક પુણ્યતિથી નિમિત્તે આજરોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ દરમ્યાન સાંસ્કૃતિક ભવન, વેણેશ્વર – પ્રભાસ પાટણ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ,

જેમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સચોટ પરીક્ષણ અને માર્ગદર્શન તથા દવા વિતણ કરવામાં આવેલ. કેમ્પનો પ્રારંભ દિપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ, કાર્યક્રમમાં ટ્રસ્ટી – સેક્રેટરી શ્રી પી કે લહેરી ઓનલાઇન જાેડાયેલ હતા, જેમાં ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ, કુપોષીત બાળકો માટે પોષણક્ષમ આહાર વિતરણ, વિકલાંગ કેમ્પ સહિતની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં ડો. હિમ્મતભાઇ વોરા, ડો.બાબુભાઇ કાછડીયા, ડો.આર.ડી. સાવલીયા, ડો.ડી.કે. વાજા, ડો.મીનલબા વાળા, ડો. વિશ્વરાજસિંહ વાળા, ડો.બાબુભાઇ, ડો. નીધિબેન જાવીયા સહિતના નિષ્ણાંતોની ટીમ લાભાર્થીઓનું નિરીક્ષણ કરી સચોટ માર્ગદર્શન પુરૂ પાટેલ તથા દવા વિતરણ કરેલ ૧૧૯ લાભાર્થીઓએ કોવિડ-૧૯ ગાઇડલાઇન્સને અનુસરી સોશ્યલ ડિસ્ટન્સ પાલન સાથે માસ્ક પહેરી આ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા પથ વિજય ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના વજુભાઇ પારેખ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. કેમ્પમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ ડોક્ટરો તથા ટીમનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે હમીરજી સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાળાએ ઋણસ્વિકાર કરેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.