Western Times News

Gujarati News

અભિનેતા ગૌરવ દીક્ષિત ૩૦ ઓગષ્ટ સુધી એનસીબીની હિરાસતમાં

નવીદિલ્હી, ડ્રગ્સના મામલામાં તાજેતરમાં ટીવી અભિનેતા અને બિગ બોસ ફેમ એજાજ ખાનને હિરાસતમાં લેવામાં આવ્યો હતો એનસીબીએ તેની ડ્રગ્સના મામલામાં પુછપરછ કરી તો તેમાં અનેક વધુ નામ સામે આવ્યા તેને કારણે એક પછી એક અનેક ટીવી અભિનેતાની કડક પુછપરછ કરવામાં આવી અને દરોડા પાડવામાં આવ્યા.એ યાદ રહે કે સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ ડ્રગ્સનું એંગલ સામે આવ્યુું હતું આથી એનસીબી સક્રિય થઇ ચુકયું છે અને આ મામલામાં કોઇ પણ રીતની ઢીલાસ દાખવી રહી નહીં.

ગૌરવ દીક્ષિત એક ટીવી કલાકાર છે અને ફિલ્મોમાં નાના મોટા રોલ ભજવી ચુકેલ છે તે ધ મેજિક ઓફ સિનેમા,દાહેક ધ રેસ્ટલેંસ માઇડ અને બોબી લવ ઔર લસ્ટ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકયો છે ગૌરવે ટીવી સીરિયલ જેવી કે સીતા ગીતામાં કામ કર્યું હતું એનસીબીના દરોડા દરમિયાન તેના ઘરમાંથી પ્રતિબંધિત દવાઓ જેવી કે એમડી એમડીએએ અને અનેક બીજા નશીલા પદાર્થ કબજે કરવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.