Western Times News

Gujarati News

મોટા શહેરોની બેન્કોમાં રોકડ ખતમ, એટીએમ ઉપર લાઈનો

કાબુલ, અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક અમીરાતની સરકાર બનાવવા જઈ રહેલ તાલિબાન પોતાના લોકોને જ ભૂખ્યા રાખી રહ્યું છે! કારણકે કાબુલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઈ ગઈ છે. લોકોને જીવન પસાર કરવા માટે ઉધારીનો સહારો લેવો પડી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના કેટલાંક એટીએમમાં હવે એક ચોક્કસ લિમિટમાં પૈસા નીકળી રહ્યા છે પણ તેની સામે લોકોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે.

સમાચાર એજન્સી અનુસાર, ન્યૂ કાબુલ બેંક સામે લોકોએ પૈસા માટે નારા લગાવ્યા છે. જેમાં બેંકના પણ કેટલાંક કર્મચારીઓ સામેલ છે. આ કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા ૬ મહિનાથી તેઓને પગાર મળ્યો નથી.

એટીએમ મશીન કામ કરી રહ્યા છે પણ દર ૨૪ કલાકમાં લગભગ ૨૦૦ ડૉલર સુધીની રકમ નીકાળી શકાય છે. આ કારણસર એટીએમ આગળ લોકોની લાંબી-લાંબી લાઈનો લાગી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે. જાે જલ્દી કશું કરવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને ભાગવા માટે કાબુલ એરપોર્ટની બહાર હજારો અફઘાન નાગરિકો એકત્રિત થયા છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, એરપોર્ટની બહાર જાેવા મળી રહલી આ ભીડમાં જાે કોઈને પાણીની એક બોટલ લેવી હોય તો તેને ૪૦ અમેરિકન ડૉલર એટલે કે આશરે ૩૦૦૦ રૂપિયા ખર્ચવા પડશે. એક પ્લેટ ભાત ૧૦૦ ડૉલર એટલે કે આશરે રૂપિયા ૭૫૦૦માં મળી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ એક રિપોર્ટ મુજબ, જાે અફઘાનિસ્તાનમાં આગામી મહિનાઓમાં પણ આવી સ્થિતિ રહી તો આશરે ૫ લાખ લોકો પલાયન કરી શકે છે. વિશ્વ જાણે છે કે તાલિબાને ૨૦ વર્ષ પહેલા પોતાના શાસનકાળમાં અફઘાની મહિલાઓ પર અત્યાચારો કર્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.