Western Times News

Gujarati News

વડોદરા પોલીસ ગણેશ ઉત્સવ વખતે ડ્રોનથી નજર રાખશે

પ્રતિકાત્મક

વડોદરા, ગણેશ ઉત્સવ નજીકમાં છે અને જાે તમે ત્યારે શહેરમાં લાગેલા ગણેશ પંડાલોની ઝલક મેળવવા માટેનું આયોજન કરી રહ્યા હો તો માસ્ક પહેરીને જજાે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરજાે. કારણ કે, શહેર પોલીસ ડ્રોન દ્વારા ઉપરથી તમારા પર સતત ચાંપતી નજર રાખશે. કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય તેની ખાતરી કરવા માટે, વડોદરા પોલીસે ગણેશ ઉત્સવ દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

પોલીસ છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ વિસર્જનના દિવસે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે ઉત્સવના તમામ ૧૦ દિવસ માટે તે કાર્યરત રહેશે. અમે મર્યાદિત સંખ્યામાં ગણેશ પંડાલને મંજૂરી આપી છે અને આયોજકોને પણ કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે. પરંતુ પોલીસે પણ સાવચેત રહેવાની જરૂર છે.

આ વર્ષે અમે ખાસ કરીને ડ્રોનને તહેનાત કરવાનું નક્કી કર્યું છે’, તેમ શહેર પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું હતું. ઉત્સવ દરમિયાન, લોકો રોડ પર હશે અને કેટલાક વિસ્તારોની દરેક ગલી અને ખૂણા પર નજર રાખવી શક્ય નથી. ડ્રોન અમને મુખ્ય રસ્તાઓ અને અંદરની ગલીઓ પર નજર રાખવામાં મદદ કરશે.

જાે કોઈ સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે તો, અમારી ટીમ તરત ત્યાં પહોંચી જશે અને લોકોને કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરશે, તેમ શમશેર સિંહે જણાવ્યું હતું. પોલીસને હાઈ રિઝોલ્યુશન ડ્રોન આપવામાં આવ્યા છે, જેને ઓટો મોડ પર પણ મૂકી શકાય છે. આ ડ્રોનમાં હાઈ-વિઝન કેમેરા છે જે ચહેરા પર ઝૂમ કરી શકે છે અને લાંબા સમય સુધી ફરતા રહે છે.

જાે સિસ્ટમમાં કોઈ રૂટ નાખવામાં આવે તો, આ ડ્રોન આપમેળે ફરતું રહે છે અને આસપાસ થતી ઘટનાઓની લાઈવ ફીડ આપે છે. પોલીસે જણાવ્યું હતું કે, સ્થાનિક કંપનીઓ પાસેથી પણ અન્ય ઘણા ડ્રોન ભાડે લેવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે, જૂના શહેરમાં કેટલાક ડ્રોન તહેનાત કરવામાં આવશે. અમે ઘણી ટીમો બનાવી છે, જે ગણેશ પંડાલ સ્થાપિત કરવામાં આવ્યા છે તે વિસ્તારો પર નજર રાખશે. જાહેર સ્થળો પર જતી વખતે લોકોએ માસ્ક પહેરવુ જાેઈએ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જાેઈએ’, તેમ શમશેર સિંહે ઉમેર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.