Western Times News

Gujarati News

કરીનાને નો મેકઅપ લૂકમાં જાેઇ ફેન્સ છક થઇ ગયા

મુંબઈ, કોરોના વાયરસ મહામારીની બીજી લહેર બાદ પરિસ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. સૌ લોકો કામ પર પરત ફરી રહ્યાં છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હવે તેમનાં રૂટિનમાં પરત ફરી રહ્યાં છે તેમનાં અપકમિંગ પ્રોજેક્ટ કામ કરવાનું શરૂ કર્યું છે. સેલિબ્રિટીઝ માટે લાઇફ સામાન્ય થવા લાગી છે. હવે પાર્ટિઝ અને ઇવેન્ટમાં શામેલ થઇ રહ્યાં છે. સેલિબ્રિટીઝ ઘરની બહાર, રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પ્લેક્સ અને એરપોર્ટની બહાર નજર આવે છે.

હાલમાં કરીના કપૂર ખાન પણ હાલમાં સ્પોટ થઇ. આ દરમિયાન તે કેઝ્‌યુઅલ લૂકમાં નજર આવી હતી. અને તેનો આ લૂક હાલમાં ચર્ચામાં છે કારણ છે તે આ સમયે મેકઅપ વગર નજર આવી હતી. કરીના કપૂર ખાનની આ તસવીરોમાં નો મેકઅપ લૂકમાં નજર આવી છે.

આ તસવીરો જાેતા જ ફેન્સ હેરાન થઇ ગયા છે. કરીના કપૂર ખાનની લેટેસ્ટ તસવીરો જાેઇ ફેન્સ કહેવા લાગ્યા કે તેનાં ચહેરા પર કરચલીઓ આવી ગઇ છે. આ તો સ્પષ્ટ દેખાવા લાગી છે.. મેકઅપ વગર તો કેવી ઘરડી લાગે છે કરીના. આ તસવીરમાં કરીના કપૂર ખાન બ્લૂ ડેનિમ અને પ્રિન્ટેડ શર્ટમાં નજર આવે છે. એટલું જ નહીં તેનાં વાળ ખુલ્લા છે અને તેણે આંખો પર મોટા ગોગલ્સ ચઢાવેલાં છે.

એક યૂઝરે લખ્યું કે, કરીનાનાં ચહેરાને આ શું તઇ ગયુ છે.. તે કેટલીં ઘરડી લાગી રહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘કરીનાનો ચહેરો આટલો અજીબ કેમ દેખાઇ રહ્યો છે. તો અન્ય એક યૂઝરે એવું લખ્યું છે કે, આ તો માઇકલ જેક્સન લાગી રહી છે.’

આપને જણાવી દઇએ કે, મેકઅપ વગર કરીનાનાં ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ દેખાઇ રહી છે જે જાેયા બાદ ફેન્સ જાત ભાતની કમેન્ટ્‌સ કરી રહ્યાં છે. તો ઘણાં સોશિયલ મીડિયા યૂઝરે તસવીરો જાેઇ તેનાં આ લૂકનાં વખાણ કર્યાં છે તેની હિંમતનાં વખાણ કર્યાં છે કે તે જાહેરમાં મેકઅપ વગર નજર આવવાંનું ડેરિંગ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.