Western Times News

Gujarati News

ગાંધીનગર સે-૬માં નવા આવાસો તૈયાર પરંતુ લાંબા સમયથી લોકાર્પણમાં વિલંબ

ગાંધીનગર, શહેરમાં રહેણાંકને લાયક મકાનો રહ્યા નથી એકબાજુ જુના અને જાેખમી આવાસો તોડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીતરફ જાેખમી મકાનો વધુ હોવાથી આવાસ માટે કર્મચારીઓની પ્રતિક્ષા યાદી પણ મોટી થતી જાય છે.

આ સ્થિતિ વચ્ચે સે-૬માં તૈયાર કરાયેલા આવાસો પણ લાંબા સમયથી લોકાર્પણની વાટે છે. જાે કે હવે કોર્પાેરેશનની ચૂંટણી આડે આવતા નવા આવાસોના લોકાર્પણમાં વધુ વિલંબ થશે.

શહેરમાં નવા સરકારી આવાસો બની રહ્યા છે. શહેરમાં દાયકાઓ જુના અને જર્જરિત આવાસો તોડીને તેના સ્થાને જગ્યા ખુલ્લી થતાં તબક્કાવાર નવા આવાસો બાંધવાનુ કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી સે-૭, સે-૨૯, સે-૩૦માં નવા આવાસો બાંધવામાં આવ્યા છે. જ્યારે આ આવાસોમાં હાલ કર્મચારીઓનો વસવાટ પણ છે.

આગામી દિવસોમાં હજુ નવા આવાસો બાંધવા માટે સાઈટ આખરી થશે. એકબાજુ કર્મચારીઓને ફાળવવા માટે નવા આવાસો નથી જેના લીધે તંત્રના ચોપડે પ્રતિક્ષા યાદી પણ મોટી થતી જાય છે. સરકારી કર્મચારીઓને ફાળવવા માટે નવા આવાસો નથી. રહેણાંકના મોટાભાગના મકાનો જાેખમી છે.

ત્યારે આવાસો ખાલી કરાવવાની કામગીરી પણ તંત્ર માટે શિરદર્દ સમાન બની છે. આવાસો તોડવાની સાથે મકાનોના મજબુતીકરણ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે આવાસોના અભાવે તંત્રએ મકાનો ફાળવવાનું મુશ્કેલ બન્યું છે. ત્યારે સે-૬માં નવા આવાસો તૈયાર છે. પરંતુ લાંબા સમયથી આ નવા મકાનનું લોકાર્પણ કરાયું નથી. જેના લીધે કર્મચારીઓની મુશ્કેલી વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.