Western Times News

Gujarati News

દિલ્હીમાં વડાપ્રધાનનું નિવાસ બનાવવા ૭૦૦૦ અધિકારીઓના ૭૦૦ કાર્યાલય ખાલી કરાયા

નવીદિલ્હી, દિલ્હીના ડલહૌજી રોડની આસપાસ સ્થિત સંરક્ષણ મંત્રાલયના એમઓડીથી સંબંધિત ૭૦૦ થી વધુ ઓફિસોને ત્યાંથી દૂર કરવામાં આવશે. અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ પ્રધાનમંત્રીનું નવું નિવાસસ્થાન અને ઓફિસ બનાવવામાં આવશે. મંત્રાલયના લગભગ ૭,૦૦૦ અધિકારીઓની નવી કચેરીઓ હવે મધ્ય દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ અને ચાણક્યપુરી નજીક આફ્રિકા એવન્યુમાં સ્થિત થશે. વડાપ્રધાન નરેન્દ્વ મોદી ગુરુવારે આ બંને સંકુલનું ઉદ્ધાટન કરશે.

માહિતી અનુસાર, સાઉથ બ્લોક નજીક ૫૦ એકરથી વધુ ખાલી જમીનનો ઉપયોગ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ‘એક્ઝિક્યુટિવ એન્ક્‌લેવ’ વિકસાવવા માટે કરવામાં આવશે.

પીએમના નિવાસસ્થાન ઉપરાંત, નવા એક્ઝિક્યુટિવ એન્ક્‌લેવમાં કેબિનેટ સચિવાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની કચેરીઓ હશે.સુત્રોના જણાવ્યા મુજબ “ડલહૌસી રોડની આસપાસની આ તમામ કચેરીઓ આગામી બે મહિનામાં ખાલી થઈ જશે અને નવી કચેરીઓ કાયમી રહેશે.” તેમના જણાવ્યા મુજબ, ૨૭ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ૭,૦૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ-સંરક્ષણ મંત્રાલય, સર્વિસ હેડક્વાર્ટર અને અન્ય ગૌણ કચેરીઓ સાથે જાેડાયેલી કચેરીઓ-બદલી કરવામાં આવી રહી છે.

ચાણક્યપુરીમાં આફ્રિકા એવન્યુમાં, નવું એમઓડી સંકુલ સાત માળનું મકાન છે અને તેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયની કચેરીઓ જ હશે.જાે કે, મધ્ય દિલ્હીની અન્ય કચેરીઓ આઠ માળની ઇમારત હશે અને જ્યાં સુધી કેન્દ્રીય સચિવાલય સંકુલમાં તેમની નવી કચેરીઓ કાર્યરત ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ ભવન અને શ્રમ શક્તિ ભવન દ્વારા વહેંચવામાં આવશે.

નવી ઇમારતોમાં કેન્ટીન, બેંક વગેરે જેવી આધુનિક સુવિધાઓ, જાેડાણ અને કલ્યાણ સુવિધાઓ પણ હશે. આ ઇમારતોનું સ્થાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે પહેલાથી અસ્તિત્વમાં રહેલા વૃક્ષોને નુકસાન ન પહોંચાડે.૫.૦૮ લાખ ચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા સાથેની ૧૩ ઓફિસો આફ્રિકા એવન્યુમાં ખસેડવામાં આવી રહી છે.

આ ઓફિસ સંકુલ નિમાર્ણ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ? ૭૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયે તેના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કામ કર્યું છે.અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઓફિસની જગ્યા ઉપરાંત ૧૫૦૦ થી વધુ કાર માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની જાેગવાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.