Western Times News

Gujarati News

નિયા શર્માએ નવા ઘરમાં સાદગીથી બર્થ ડે મનાવ્યો

મુંબઈ, ટીવી એક્ટ્રેસ નિયા શર્માનો આજે (૧૭ સપ્ટેમ્બર) જન્મદિવસ છે. ગુરુવારે મોડી રાતે તેણે મિત્રો સાથે બર્થ ડે મનાવ્યો હતો. નિયા શર્મા હાલમાં જ નવા ઘરમાં શિફ્ટ થઈ છે ત્યારે ત્યાં જ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. નિયા શર્માએ સોશિયલ મીડિયામાં તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. ગયા વખતે કેકના કારણે ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયેલી નિયા શર્માએ આ વખતે ચોકલેટ કેક કટ કરી હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે, સેલિબ્રેશનમાં નિયા શર્માએ વાદળ કલરનો હોલ્ટર નેક વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે.

જેમાં તે ગોર્જિયસ લાગી રહી છે. આ ડ્રેસ તેને તેની ફ્રેન્ડ અમરિન ચક્કીવાલાએ ગિફ્ટ આપ્યો હશે તેમ લાગી રહ્યું છે. એક્ટ્રેસનો ભાઈ તેમજ મિત્રો જ્યારે તે કેક કટ કરે છે ત્યારે જાેરથી ચીસો પાડે છે. આ સિવાય ગેલેરીમાં કલરફૂ બલૂન્સ જાેવા મળી રહ્યા છે. નિયા શર્માએ જે તસવીરો શેર કરી છે તેમાં તે હાથમાં કેક લઈને પોઝ આપતી દેખાઈ રહી છે.

જ્યારે બીજી તસવીરમાં એક્ટ્રેસ તેના ભાઈ સાથે જાેવા મળી રહી છે. નિયા શર્માના બર્થ ડે સેલિબ્રેશનમાં રેહાના પંડિત પણ હાજર રહી છે. એક્ટ્રેસને બર્થ ડે વિશ કરતા રેહાનાએ કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે અને લખ્યું છે જાદુ તારા જેવું કોઈ નથી. હેપ્પી બર્થ ડે બોયફ્રેન્ડ આઈ લવ યુ બાકીનું બધુ આજીવન માટે બચાવીને રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નિયા શર્માના ‘ડર્ટી ૩૦’ બર્થ ડે પર તેના ફ્રેન્ડ્‌સ કેક લઈને આવ્યા હતા. આ કેકની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ નિયા ટ્રોલર્સના નિશાને ચડી હતી. લોકોએ નિયા શર્માની કેકને અશ્લીલ ગણાવી હતી.

એક્ટ્રેસ ટ્રોલર્સને પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું સોશિયલ મીડિયાને ગંભીરતાથી લેતી નથી અને તેનો ઉપયોગ માત્ર તણાવ દૂર કરવા માટે કરું છું. મારા માટે આ મનોરંજનનું સાધન છે. હું ફની રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું પસંદ કરું છું. લોકો સાથે માથાકૂટ કરવી મને ગમતી નથી અને ન તો હું ફાલતૂ વાત કરવામાં માનું છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.