Western Times News

Gujarati News

પ્રયાગરાજથી ઓસામાના કાકાની ધરપકડ કરાઇ

લખનૌ, આતંકી મોડ્યુલ સાથે જાેડાયેલા કેટલાય લોકો એકદમ ભણેલા-ગણેલા અને ઉચ્ચ પદવી પ્રાપ્ય છે.ઉત્તર પ્રદેશનો ઝીશાન એમબીએ છે અને દુભૈમાં એકાઉન્ટન્ટ તરીકેની નોકરી કરી ચૂક્યો છે.લોકડાઉન વેળા એ ભારત આવી પહોચ્યો હતો.અને પછી તે ખજૂરનો ધંધો કરવા લાગ્યો હતો. આમીર,ઝીશાનનો સંબંધી છે અને વ્યવસાયે શિક્ષક છે.આમીરે કેટલાય વરસો સુધી જેદામાં ધાર્મિક શિક્ષણ પણ આપ્યું છે.

દેશમાં આતંકી મોડ્યુલનો ખુલાસો થતા જ દિલ્લી પોલીસની સ્પેશિયલ ટીમને હુમેદ ઉર રહેમાનને શોધતી હતી.જેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ગિરફ્તાર કરી લેવાયો. પ્રયાગરાજ પોલીસે જ હુમેદ ઉર રહેમાનને ઝડપી લીધો છે. હવે તેની પોલીસ અને અન્ય એજન્સીઓ ઝીણવટભરી તપાસ/પૂછપરછ કરી રહી છે.

હકિકતમાં,પ્રયાગરાજની કરૈલી પોલીસને યૂપી એટીએસ અને દિલ્લી પોલીસનાં સ્પેશિયલ સેળ તરફથી ઇનપુટસ મળ્યા હતા. જેના આધારે પ્રયાગરાજ પોલીસે હુમેદ ઉર રહેમાનને ઝડપી લેવામાં સફળતા મળી પ્રાપ્ત માહિતીનુસાર, દિલ્લીથી ઝડપાયેલો ઓસામાના કાકા થાય છે હુમેદ ઉર રહેમાન. પોલીસ અને અન્ય એજન્સીઓ હવે હુમેદની પૂછપરછ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાનમાં તાલીમ માટે મોકલાયેલા ઝીશાનને ફરીથી કામમાં જાેડવાનું કામ હુમેદે જ કર્યું હતું.લખનૌથી ઝડપાયેલો આમીર પણ હુમેદ ઉર રહેમાનના નેટવર્કના માધ્યમથી જ આ ષડયંત્રમાં સામેલ હતો.અને હુમેદ ઉર રહેમાન આમીરની બહેનનો સસરો થાય છે.હવે તમામ એજન્સીઓએ સાથે મળીને તપાસ આગળ ધપાવી છે આઇએસઆઇ અને અંડરવર્લ્‌ડનાં મોડ્યુલની પહેલી કડી ઓસામા હતો,દિલ્લી પોલીસે ઓસામાની આજુ-બાજુ જ જાળ ગૂંથવાનું શરુ કર્યું હવે સ્પેશિયલ સેલને ઘણી કડીઓ મળવા લાગી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.