Western Times News

Gujarati News

૨૦ સપ્ટેમ્બરથી છઠ્ઠી ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે

અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. જેથી ૨૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. પૂર્વજ પોતાની આવનારી પેઢીને ધ્યાનમાં રાખી ઘણા કાર્ય કરે છે. તેમની બદોલત કોઈને ઘર નસીબ થાય છે, તો કોઈને જમીન-જાયદાદ. તેમના કર્જને ઉતારવા માટે સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. જેથી શ્રાદ્ધ શરૂ થવાને માત્ર બે દિવસ બાકી છે.

આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જાેઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે. શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજાે ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું વિધાન છે.

જાે તમે પિતૃઓના કોપનો ભોગ બનવા ના માંગતા હોવ તો, જાણો પિતૃપક્ષ દરમ્યાન કઈ-કઈ સાવધાની રાખવી જરૂરી છે. જે પૂર્વજાેના નામ તમને યાદ નથીનું તર્પણ તમે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા (પિતૃપક્ષનો છેલ્લો દિવસ)ના દિવસે કરી શકો છો. વિશેષ કૃપા માટે લોકો પિતૃપક્ષ દરમ્યાન રોજ બ્રાહ્મણને ભોજન કરાવે છે. સૌથી પહેલા વાત એ છે કે, પિતૃપક્ષ દરમ્યાન તમારા દ્વાર પર કોઈ મહેમાન આવ્યો છે તો કોઈ પણ સંજાેગોમાં તેનો અનાદર ના કરો.

કારણ કે, માનવામાં આવે છે કે, આ દરમ્યાન પૂર્વજ કોઈ પણ રૂપ ધારણ કરીને તમારા ઘરે ઉભા થઈ શકે છે. જેથી આ દરમ્યાન કોઈ પણ ભિક્ષુક, અતિથિ અથવા કોઈ પણ આગંતુકનો અનાદર ના કરો. પિતૃપક્ષ દરમ્યાન તમારે દરેક જીવનું ધ્યાન રાખવું જાેઈએ. આ દરમ્યાન તમારે પશુ-પક્ષીને પણ ભોજન અને જળ આપવું જાેઈએ. કોઈ પણ જીવને ધુત્કારવું કે પરેશાન ના કરો, આનાથી તમારા પૂર્વજ નારાજ થઈ શકે છે.

ગાયને સનાતન ધર્મમાં મા માનવામાં આવે છે, જેથી પિતૃપક્ષ દરમ્યાન ગાય અને બ્રાહ્મણનું અપમાન તમારા પૂર્વજને ક્રોધિત કરી શકે છે, જેથી ગાયને ના તો પરેશાન કરો અને ના તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડો. પિતૃપક્ષ દરમ્યાન તમારે તાજુ ભોજન જ ગ્રહણ કરવું જાેઈએ. વાસી ખાવાનું ના આપવું જાેઈએ. ઝાડ-પાનમાં પણ જીવ હોય છે, જેથી પિતૃપક્ષ દરમ્યાન તમારે તેને કાપવાનું અથવા તેને નુકશાન પહોંચાડવાથી બચવું જાેઈએ. આનાથી નારાજ થઈ પિતૃ ક્રોધમાં આવી શ્રાપ પણ આપી શકે છે.

કાળા તલના પ્રયોગથી જ શ્રાદ્ધ કે તર્પણ કરો. શાસ્ત્રો અનુસાર કાળા તલને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમ્યાન મદ્યાહન સમયે જ બ્રાહ્મણને ભોજન કરાવો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.