Western Times News

Gujarati News

પેટ્રોલિયમ જેલીના ઈન્જે.થી મસલ્સ ૨૪ ઈંચના થઈ ગયા

મોસ્કો, રશિયાના એક બોડી બિલ્ડર અને પૂર્વ સેનાના જવાનની પોપઆઈ જેવી બોડી બનાવવાના શોખે તેને મુશ્કેલીમાં નાખી દીધો છે. આ વ્યક્તિની હાલત એવી થઈ ગઈ છે કે તેનો જીવ ખતરામાં આવી ગયો છે. ૨૫ વર્ષીય કિરિલ ટેરેશિનએ કસરત કરી બોડી બનાવવાની જગ્યાએ પેટ્રોલિયમ જેલીના ઈન્જેક્શન લગાવીને બોડી બનાવવાનો શોર્ટકટ અપનાવ્યો.

જેને કારણે હવે તે મોટી મુસીબતમાં ફસાઈ ગયો છે. ‘ડેલી મેલ’ મુજબ, બોડી બનાવવા માટે કિરિલ ટેરેશિને પોતાના બંને હાથમાં પેટ્રોલિયમ જેલીના ઈન્જેક્શન લગાવવાના શરૂ કર્યા. કિરિલ પહેલા પોતાના બાઈસેપ્સ પર તેની અસર જાેવા માગતો હતો. ધીરે-ધીરે તેણે ૬ લીટર પેટ્રોલિયમ જેલી પોતાના હાથમાં ઈન્જેક્ટ કરી. આ કારણે કિરિલના હાથના મસલ્સ ૨૪ ઈંચના થઈ ગયા.

જાે કે થોડા દિવસ બાદ તેને હાથ ખરાબ થવા લાગ્યા. તેની હાલત એવી થઈ ગઈ કે તેને તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું. જ્યં સિરિલની સર્જરી કરવામાં આવી. આ દરમિયાન તેના હાથમાંથી સિંથોલ ઓઈલ અને ડેડ મસલ્સ ટિશ્યુ કાઢવામાં આવ્યા. વધુ એક સર્જરીમાં તેના નકલી બાઈસેપ્સ બહાર કાઢવાની તૈયારી છે. જાે કે હાલ કિરિલને રાહત મળી નથી.

બાઈસેપ્સ સર્જરી બાદ તેણે અનેક બીજી સર્જરીનો સામનો કરવો પડી રહ્યો છે. બોડી બનાવવાવાળું ઈન્જેક્શન તેના શરીરમાં રક્તનો પ્રવાહ માટે એક અવરોધ બની ગયું. કિરિલને સખત તાવ અને દુખાવો થવા લાગે છે. ડો.દિમિત્રિ મેલનિકોવે ચેતવણી આપી કે આ મામલે જટિલતાઓનો ખતરો બહુ રહે છે, જાે કે નિષ્ક્રિયતા રોગીની મદદ નહીં કરે. શરીરમાં એક ઝેરીલો પદાર્થ લાંબા સમય સુધી મસલને જટિલ બનાવી શકે છે અને મોતનું કારણ બની શકે છે.

ડોક્ટરોનું કહેવું છે કે કિરિલનો જીવ બચાવવા માટે તેના હાથને કાપવા પણ પડી શકે છે. બીજી બાજું કિરિલે કહ્યું કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. બોડી બનાવવા માટે તેણે શોર્ટકટનો ઉપયોગ કરવાની જરૂર ન હતી. ઈન્જેક્શનથી બનાવેલી બોડી હવે તેના માટે ખતરા સમાન બની ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.