Western Times News

Gujarati News

અનુપમામાં અનુજ કપાડિયાએ વનરાજનો કોલર પકડ્યો

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમામા જ્યારે અનુજ કપાડિયા તરીકે ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે ત્યારથી તેમા રસપ્રદ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. અનુપમા અને અનુજ હાલ બિઝનેસ ટ્રિપ માટે મુંબઈ ગયા છે.

પહેલીવાર ફ્લાઈટમાં બેસીને મુંબઈ પહોંચી હોવાની ખુશી અનુપમાને છે. જાે કે, તેની ખુશી એટલી વધારે ટકી નહીં. વનરાજ અને કાવ્યા તેની પાછળ-પાછળ મુંબઈ આવી ગયા છે. વનરાજ ખાસ અનુપમા અને અનુજ પર નજર રાખવા માટે આવ્યો છે. તેને તે બંનેની મિત્રતા જરાય પસંદ નથી.

અનુપમાના અપકમિંગ એપિસોડમાં અનુજ અને વનરાજ વચ્ચે ઘમાસાણ થતું જાેવા મળશે. તેનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, અનુપમા અને અનુજ કોઈ ક્લબમાં જાય છે અને વનરાજ-કાવ્યા પણ તેનો પીછો કરે છે. અનુજને ખાંસી આવતા અનુપમા તેની પીઠ પર હાથ ફેરવે છે.

આ જાેઈને વનરાજનું લોહી ઉકળી જાય છે. તે અનુપમાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ‘મેં મારો હક શું છોડી દીધો, તે તારી શરાફત છોડી દીધી’. તો અનુપમા કહે છે ‘મને સવાલ કરનારા તમે છો કોણ? તમારો મારા પર કોઈ હક નથી. અનુપમા અને પોતાના વિશે ખરાબ બોલવા પર અનુજ કપાડિયા પણ ભડકી જાય છે અને વનરાજનો કોલર પકડી લે છે. તે કહે છે કે ‘તારી હિંમત કેવી રીતે થઈ મારા અને અનુપમા વિશે બોલવાની’. તો વનરાજ કહે છે તારા મનમાં ચોર છે એટલે જ તો તું અનુપમા પર આટલો મહેરબાન છે.

અંતમાં અનુજ વનરાજને લાફો ઝીંકી દે છે. અનુપમા’ સીરિયલ ઓન-એર થઈ તેને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. સીરિયલ ઘણા સમયથી ટીઆરપી ચાર્ટમાં ટોપ પર છે. થોડા દિવસ પહેલા ગૌરવ ખન્નાએ સીરિયલની સફળતા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે તેના પાત્રો રિયલ અને સંબંધિત છે. બાદમાં સ્ટોરી કે જેમાં ઘણા બધા રસપ્રદ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ છે, જેમા ઘણા બધા લેયર છે, જે દરેક વયજૂથની વ્યક્તિને એક મેસેજ આપે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.