Western Times News

Gujarati News

મર્યાના ૫ વર્ષ બાદ મૃતકને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

અમદાવાદ, આશા ગુપ્તાના પતિનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ આશાએ ૧૯ વર્ષ જૂના ખંડણી કેસમાં પોતાના પતિને આરોપોમાંથી નામ સાફ કરવા માટે લડત જીવંત રાખી હતી. મંગળવારે ગુજરાત હાઈકોર્ટે લલિત ગુપ્તાને ૨૦૦૨ના ફોજદારી કેસમાં તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

ગુપ્તા અને તેના મિત્ર રત્નાકર રાહુરકર પર રાવપુરા પોલીસ દ્વારા ખંડણી અને ધાકધમકીના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

૨૦૦૮માં, વડોદરાની મેજિસ્ટ્રેટ કોર્ટે બે ગંભીર આરોપોમાંથી નિર્દોષ છોડી મૂક્યા હતા પરંતુ તેમને નાના આરોપો માટે દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. બે વર્ષ પછી, સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો. જેથી બંને મિત્રોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. તેમની અપીલની વિલંબ દરમિયાન, ગુપ્તાનું માર્ચ ૨૦૧૬ માં કેન્સરને કારણે નિધન થયું હતું.

તેમની વિધવાએ દોષિતતાના કલંકને નાબૂદ કરવા માટે મુકદ્દમામાં સામેલ થવાનો ર્નિણય કર્યો હતો અને તેના સ્વર્ગસ્થ પતિની નિર્દોષતા માટે કાનૂની લડાઈ ચાલુ રાખી હતી. સામાન્ય રીતે, ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ તેમના નિધનને કારણે સમાપ્ત થઈ ગઈ હોત. ગયા અઠવાડિયે, હાઈકોર્ટે બંને નીચલી અદાલતોના ર્નિણયો રદ કર્યા હતા અને ગુપ્તા તેમજ રાહુરકરને નિર્દોષ જાહેર કર્યા હતા.

બંનેને નિર્દોષ છોડી મૂકતા, હાઈકોર્ટર્ે નોંધ્યું હતું કે, ધમકી અને માંગણીઓના મુખ્ય સાક્ષીની ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી નથી. કોર્ટે સાક્ષીનું સોગંદનામું પણ રેકોર્ડ પર લીધું ન હતું. ગુપ્તા કોંગ્રેસના નેતા હતા અને તેમના મિત્ર મીડિયાકર્મી હતા, પરંતુ નીચલી અદાલતેએ આ કેસમાં સત્ય શોધવા માટે વધારે જહેમત ન લીધી. શા માટે ફરિયાદીએ તે કર્યુ, તે કદાચ રહસ્ય ન હોઈ શકે, કારણ કે કથિત ઘટનાનો સમય ૨૦૦૨ના રમખાણો પછી તરત જ છે અને રેકોર્ડ મુજબ, રાજકીય પક્ષના સ્થાનિક નેતા તે સમયે સત્તામાં ન હતા. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે.

નિર્દોષ જાહેર કર્યા બાદ ગુપ્તાના મોટા પુત્ર હિતેશે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, ખોટા કેસમાં મારા પિતાની અરજીએ અમારા પરિવારને પરેશાન કર્યા હતા. ગુનો સાબિત થયા બાદ આ સ્થિતિ વધુ ખરાબ થઇ. મોતની શૈયા પર પણ, તે આ કેસના કારણે ચિંતિત હતા. તેમના નિધન પછી, અમે કેસ લડવાનું અને તેમનું નામ સાફ કરવાનું નક્કી કર્યું. મારી માતા કાનૂની વારસદાર તરીકે મુકદ્દમામાં જાેડાયા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.