Western Times News

Gujarati News

ગ્યાસપુર, પીપળજ અને સઈજપુર ગામના રહેવાસીઓનો કચરો ઠલવાતાં પરેશાન

File Photo

તંત્ર દ્વારા રોગચાળાના આંકડાનો રિપોર્ટ પણ સમયસર પ્રસિદ્ધ કરાતો નથી

અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલેઢગલા હોઈ મચ્છરનો ત્રાસ વધ્યો છે, જેના કાણે ઝેરી મેલેરિયા, ડેન્ગયુ અને ચિકનગુનિયા જેવા રોગના દર્દીઓના ઘેર ઘેર ખાટલા જાેવા મળે છે. મચ્છરજન્ય રોગચાળાના પ્રકોપથી અમદાવાદનો સમૃદ્ધ ગણાતો પશ્ચિમ વિસ્તાર જ પરેશાન નથી પણ ગ્યાસપુર, પીપળજ અને સઈજપુર ગામના લોકો પણ તોબા પોકારી ઉઠયા છે. આ લોકો શહેરનો કચરો તેમના ત્યાં ઠલવાતો હોઈ રાડ પાડી ઉઠયા છે.

શહેરના લાંભા વોર્ડના ગ્યાસપુર નજીક સાબરમતી નદીમાં ગટરનું પાણી અને કેમિકલ ઉદ્યોગોનું પાણી ઠલવાઈ રહ્યું છે. ખાસ કરીને ગ્યાસપુરના સર્વે નંબર-૩૪માં બનેલા કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેમિકલયુકત પાણી નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપ ઉઠયા છે.

આ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી પીરાણા ડમ્પિંગ સાઈટ પર શહેરનો કચરો ઠાલવવાનું બંધ કરાયું હોઈ હવે તે ગ્યાસપુર, પીપળજ અને સઈજપુર ગામની આસપાસ ઠલવાઈ રહ્યો છે, જેનાથી દુર્ગંધ મારતી હવા, મચ્છર વગેરેનો ત્રાસ ફેલાયો છે.

આ નર્કાગાર સ્થિતિથી છૂટકાોર મેળવવા ગ્રામજનોએ સ્થાનિક કોર્પોરેટર્સ, શાસક પક્ષના ઉચ્ચ હોદ્દેદારો તેમજ તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરી છતાં તેનું કોઈ પરિણામ ન આવતા ગઈ કાલે સ્થાનિક લોકોએ ગ્યાસપુર ચોકડી પાસે શાસ્ત્રીબ્રિજના છેડે ધરણાં યોજયા હતાં.

દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે, તેમાં પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ફેલાવો ભારે ઝડપથી વધી રહ્યો હોઈ નાગરિકો ભયભીત છે તેમ છતાં હેલ્થ વિભાગ દ્વારા રોગચાળાના આંકડાનો અઠવાડિક રિપોર્ટ પણ સમયસર પ્રસિદ્ધ કરાતો નથી.

તંત્ર દ્વારા અઠવાડિયામાં એક વાર એટલે કે સોમવારની સાંજે મચ્છર અને પાણીજન્ય રોગચાળાને લગતો રિપોર્ટ પ્રસિદ્ધ કરાય છે, જેમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો, કોલેરા જેવા રોગના સત્તાવાર કેસની આકડાકીય માહિતી હો યછે, પરંતુ તેમાં અનિયમિતતા હોઈ શાસક ભાજપના ટોચના હોદ્દેદારો પણ માહિતીના અભાવે માથું ખંજવાળી રહ્યા છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.