Western Times News

Gujarati News

દિલ્હી કેપિટલ્સ સામે બેંગલોરનો દિલધડક વિજય

દુબઈ, શ્રીકર ભરત અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-૨૦૨૧ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ દિલ્હી કેપિટલ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં બેંગલોરે ત્રણ વિકેટે ૧૬૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. મેચના અંતિમ બોલ પર શ્રીકર ભરતે સિક્સર ફટકારીને વિરાટ સેનાને રોમાંચક વિજય અપાવ્યો હતો.

જાેકે, આ મેચના પરિણામથી બંને ટીમોને કોઈ ફરક પડ્યો નથી કેમ કે બંને ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને બેંગલોર ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે.

દિલ્હી ટેબલમાં ટોચના સ્થાને છે જ્યારે ચેન્નઈ બીજા ક્રમે છે. બેંગલોર ત્રીજા અને કોલકાતા ચોથા સ્થાને છે. બેંગલોર સામે ૧૬૫ રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. સુકાની વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ઓપનિંગ જાેડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી.

છ રનના સ્કોર પર આ બંને બેટ્‌સમેન આઉટ થઈ ગયા હતા. કોહલીએ ચાર રન નોંધાવ્યા હતા જ્યારે દેવદત્ત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જાેકે, બાદમાં શ્રીકર ભરત અને એબી ડી વિલિયર્સની જાેડીએ બાજી સંભાળી હતી અને દિલ્હીના બોલર્સની ધોલાઈ કરી હતી. તેમાં પણ ભરતે વધારે આક્રમક બેટિંગ કરી હતી.

આ જાેડીએ ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ ૨૬ રન નોંધાવીને આઉટ થતા આ જાેડી તૂટી હતી. બાદમાં ભરતના આક્રમણમાં ગ્લેન મેક્સવેલ જાેડાયો હતો. તેણે પણ ઝંઝાવાતી અંદાજમાં બેટિંગ કરી હતી. આ જાેડીએ ૧૧૧ રનની અતૂટ ભાગીદારી નોંધાવીને બેંગલોરને વિજય અપાવ્યો હતો. ભરતે ૫૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે અણનમ ૭૮ રન ફટકાર્યા હતા.

જ્યારે મેક્સવેલ ૩૩ બોલમાં ૫૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગ્સમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ બે તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.