Western Times News

Gujarati News

રિતિક રોશનથી રવિના ટંડન આર્યન ખાનના સપોર્ટમાં

મુંબઈ, કથિત ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના સપોર્ટમાં હવે સેલેબ્સ પણ આગળ આવ્યા છે. અહીં નોંધનીય છે કે બોલિવૂડના કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ અને તેની જામીન અરજી ફગાવવામાં આવી છે. હવે આર્યન ખાનને પોતાના ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં પસાર કરવા પડશે.

આર્યન ખાનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે. બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટ, આર્યન ખાનના સપોર્ટમાં આવી અને ટિ્‌વટ કરતા લખ્યું કે ‘શાહરુખ ખાન હું તારી સાથે છું અને આ સમય પણ પસાર થઈ જશે.

ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ સપોર્ટ દર્શાવતા ટિ્‌વટ કરતા લખ્યું કે ‘જ્યારે બાળક કોઈ સમસ્યામાં હોય ત્યારે માતા-પિતા પણ ખૂબ દુઃખી થતા હોય છે. પરંતુ, જ્યારે કાયદાની પહેલા લોકો ર્નિણય આપવાના શરૂ કરી દે ત્યારે તે વધારે જટિલ થઈ જાય છે. જે માતા-પિતા અને માતા-પિતા તેમજ બાળકની રિલેશનશિપ વચ્ચે યોગ્ય નથી.

શાહરુખ ખાન તમારી સાથે છે. એક્ટર સુનીલ શેટ્ટીએ આર્યન ખાનના સપોર્ટમાં લખ્યું કે ‘બાળકને થોડો આરામ આપો, રિયલ રિપોર્ટ્‌સને પણ હજુ બહાર આવવા દો.’ જ્યારે રવિના ટંડને લખ્યું કે ‘ડ્રગ્સ કેસમાં શરમજનક રાજકારણ રમાઈ રહ્યુ છે. એક યુવાનની જિંદગી અને ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે અને આ જાેઈ શકાય તેમ નથી, તેનાથી દિલ તૂટી ગયું છે.’

આ સિવાય સ્વરા ભાસ્કર, મિકા સિંહ, સિકંદર ખેર સહિતના સેલેબ્સે આર્યન ખાનને સપોર્ટ જાહેર કર્યો છે. આર્યનની તસવીર શેર કરીને હૃતિકે ઓપન લેટરમાં લખ્યું, “મારા વહાલા આર્યન. જિંદગીની સફર અજીબ છે, પરંતુ આ સારું છે કારણકે તે અનિશ્ચિત છે. આ સારી છે કારણકે તે તમારા માટે મુશ્કેલ પરિસ્થિતિઓ લઈને આવે છે પરંતુ ઈશ્વર દયાળુ છે કારણકે તે માત્ર મજબૂત લોકો સામે જ મુશ્કેલ પરિસ્થિતિઓ મૂકે છે. તને ખબર છે તારી પસંદગી કેમ કરવામાં આવી છે કારણકે તું આ બધી ઉથલપાથલ વચ્ચે પોતાની જાતને સંભાળવાનું પ્રેશર અનુભવી શકે. મને ખબર છે અત્યારે તું આ ચોક્કસ અનુભવી રહ્યો હોઈશ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.