Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટના ન્યાયક્ષેત્રે મહિલા ન્યાયાધીશોનું પ્રદાન મહત્વનું

અને ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ મહિલા ન્યાયાધીશની ભૂમિકા ઐતિહાસિક રહી છે!

મહિલાઓના ન્યાય ક્ષેત્રે ભાગીદારીની તરફેણ કરતા ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ગુજરાતમાં ન્યાય ક્ષેત્રે મહિલા ન્યાયધીશો નું મહત્વનું પ્રદાન રહ્યું છે ગુજરાતમાં વકીલાતક્ષેત્રે પણ મહિલાઓનું પ્રદાન મોટું છે ગુજરાતમાં ન્યાયક્ષેત્રે મહત્વપૂર્ણ ચૂકાદાઓ આપવા માં જેમનું નામ મોખરે રહ્યું છે

તે પૈકી જસ્ટિસ શ્રીમતી બેલાબેન ત્રિવેદીની ભારતની સુપ્રિમકોર્ટ માં નિયુક્તિ થઈ છે એ ગુજરાત માટે ગૌરવ ની વાત છે સુપ્રિમકોર્ટ ની જમણી બાજુ ની તસવીર બેલાબેન ત્રિવેદી ની છે ગુજરાત હાઇકોર્ટના ક્ષેત્રે ડાબી બાજુની તસ્વીરમાં જસ્ટિસ સુ શ્રી સોનિયાબેન ગોકાણી ની છે તેઓ એ આપેલા ચુકાદા સમાજ ને દિશા આપનારા રહ્યા છે

બીજી તસવીર પૂર્વ ચીફ જસ્ટિસ અભિલાશાકુમારીની છે જેઓ એ આપેલા કેટલાક હિમતપૂર્વક ના ચુકાદાઓ એ ગુજરાત નું ગૌરવ વધાર્યું છે ત્રીજી તસવીર હર્ષાબેન દેવાણી ની છે ચોથી તસવીર જસ્ટિસ ગીતાબેન ગોપી ની છે તેઓ ના વિદ્વતા ભર્યા ચુકાદા નોંધનીય છે પાચમી તસવીર જસ્ટિસ વૈભવીબેન નાણાવટી ની છે

તેઑ કાયદા ક્ષેત્ર ના સક્ષમ ન્યાયાધીશ તરીકે મહત્વપૂર્ણ અવલોકન સાથે પોતાનું ઉત્ત્ર્દાયિત્વ નિભાવી રહ્યા છે ઉપરાંત અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પૂર્વ પ્રિન્સિપાલ જજ શ્રીમતી ડોક્ટર જ્યોત્સનાબેન યાગ્નિકની છે તેઓ અંતરઆત્મા ના અવાજ સાથે આપેલા ચુકાદા ન્યાયક્ષેત્ર ની સાન બન્યા છે

મેજીસ્ટ્રેટ તરીકે રસીદાબેન વોરા તેમનું પણ એ ક્ષેત્રે નોંધનીય પ્રદાન રહ્યું છે ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ મહિલાઓમાં ડાબી બાજુથી જુસ્ટિસ ઇન્દિરા બેનરજી, જસ્ટિસ શ્રી આર બાનુમતિ, જસ્ટિસ શ્રી ઈન્દુબેન મલ્હોત્રા, જસ્ટિસ રંજનાબેન દેસાઇ નોંધપાત્ર ભૂમિકા રહી છે જ્યારે હાલમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે હિમા કોહલી જસ્ટિસ બી.વી.નાગરત્ના, ની છે તેઓ હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાય ધર્મ પ્રદાન કરશે!

એટલું જ નહીં કહેવાય છે કે ભારતમાં ૨૦૨૭માં મહિલા ચીફ જસ્ટિસ હશે! સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની ખંડપીઠે એક ચુકાદા દ્વારા લશ્કરમાં પણ મહિલાઓની ભરતીનો માર્ગ મોકળો કર્યો છે અને તાજેતરમાં એક સમારંભમાં ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમનાએ કહ્યું છે કે હજારો વર્ષના દમન પછી મહિલાઓને તેમનો અધિકાર આપવાનો સમય આવી ગયો છે

અને ન્યાયક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ ૫૦ટકા કરવા પર તેમણે ભાર મૂક્યો છે છેલ્લી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની છે જેઓ ન્યાયક્ષેત્રે મહિલાઓનું પ્રદાન વધારવાનું અનુરોધ કર્યો છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

સ્ત્રીઓ ચાની પોટલી (ટી બેગ) જેવી હોય છે તેને ઉકળતા પાણીમાં નાંખો ત્યાં સુધી તમે જાણી શકતા નથી કે તે કેટલી મજબૂત છે- અલીનોર રૂઝવેલ્ટ

તુર્કિસ્તાન ના પ્રમુખ મુસ્તુફા કમાલ અતાતુકે કહ્યું છે કે ‘‘આપણે જગતમાં જે કંઇ જાેઇએ છીએ તે તે ‘સ્ત્રી’ દ્વારા થયેલું રચનાત્મક કાર્ય છે’’!! જ્યારે અમેરિકાના પ્રથમ મહિલા એલિનોર રૂઝવેલટે કહ્યું છે કે ‘‘સ્ત્રીઓ ચાની પોટલી (ટી બેગ) જેવી હોય છે તેને ઉકળતા પાણીમાં ના નાખો ત્યાં સુધી તમે જાણી શકતા નથી કે તે કેટલી મજબૂત છે!! વિશ્વમાં જ નહીં ભારતમાં હવે વધુ ને વધુ મહિલાઓ સન્માનિય પદો ઉપર નિયુક્ત થઈ રહી છે!

અને પોતાની સક્ષમતા પુરવાર કરી રહી છે ત્યારે તેઓ જીવનના અનેક પડકારો સાથે આગળ વધવા માટે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમના એ સુપ્રીમ કોર્ટમાં નવા નિયુક્ત ન્યાયાધીશો ના સન્માન સમારંભમાં મહિલા વધુ ન્યાયક્ષેત્રે આગળ વધે એ માટે ન્યાયક્ષેત્રે મહિલાઓ માટે અનામતનો મુદ્દો ઉઠાવી ન્યાયક્ષેત્રે મહિલાઓની ભાગીદારીની તરફેણ કરી હતી!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.