Western Times News

Gujarati News

રામોલમાંથી ૩.૨૧ લાખ રૂપિયાની નકલી નોટો સાથે એક મહીલા સહીત ત્રણ ઝડપાયા

પ્રતિકાત્મક

તમિલનાડુથી નકલી નોટો આવી ચાર લોકોને આપવામાં આવી, મોટું રેકેટ હોવાની સંભાવના

અમદાવાદ, દેશના અર્થતંત્રને નુકસાન પહોચાડવા માટે દેશદ્રોહીઓ સતત પ્રયત્નશીલ છે. જેમને થોડાં રૂપિયાની લાલચે દેશનાં કેટલાંક લાલચું નાગરિકો જ સાથ આપી રહ્યા છે. આ સ્થિતિમાં રામોલ પોલીસે રૂપિયા ૩.૨૧ લાખની અલગ અલગ દરની નકલી નોટો સાથે બે પુરૂષ તથા એક મહીલાની ધરપકડ કરી છે.

તેમની પાસેથી મોબાઈલ ફોન સહિતની અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. આ અંગેની વિગત એવી છે કે રામોલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બીબી સોલંકીને સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક બે ઈસમો નકલી ચલણી નોટો લઈને ઊભાં હોવાની બાતમી મળી હતી.

જેની જાણ ઉપરી અધિકારીને કર્યા બાદ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાનાં અરસામા ંસીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે શ્યામ કોર્નર સામે આવેલા લોખંડનાં બ્રીજ નજીક પહોચ્યા હતા. જ્યાં લાઈના અજવાળામાં બાતમી મુજબનાં શખ્શો મળી આવતાં તેમને કોર્ડન કરી ઝડપી લેવાયા હતા

અને પુછપરછ કરતાં તેમણે પોતાનું નામ વિકેશ મધુકર વનીયા (સર્વોદયનગર ખોખરા) તથા મિતેશ કાળુભાઈ વાઘેલા (સોમાસર, સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યુ હતું. તેમની પાસેથી ૫૦૦ તથા ૧૦૦ નાં દરની નકલી નોટો મળી આવી હતી. બાદમાં મહીલા અંગે પૂછપરછ કરતાં તેણે અલ્કાબેન જાેષી (અક્ષરધામ ઈન્ટરસીટી, સીટીએમ)નું ઘર બતાવતાં પોલીસે બંનેને સાથે રાખીને ત્યાં દરોડા પાડ્યો હતો.

જ્યાંથી અલ્કાબેનને ઝડપી લઈ તપાસ કરતાં ઘરની તિજાેરીમાંથી ૨૦૦નાં દરની ત્રણ નોટો, ૨૦૦૦ નાં દરની ૧૦૦ તથા ૫૦૦ નાં દરની ૪૦ નોટો મળી આવી હતી. જેથી પોલીસ વિકેશ, મિતેશ તથા અલ્કાબેનને રામોલ પોલીસ સ્ટેશને લઈ આવી હતી. ત્રણેય પાસેથી ૫૦૦ ની ૨૪૨, ૨૦૦૦ ની ૧૦૦ સહીત કુલ ૩.૨૧ લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં નકલી નોટોનું ષડયંત્ર ચલાવવાનો મુખ્ય સુત્રધાર વિકેશ હોવાનું બહાર આવ્યું છે. તેણે હાલ સુધીમાં ચાર લોકોને નકલી નોટો આપ્યાનું તથા એક લાખ રૂપિયાનું નકલી નાણું બજારમાં વટાવ્યાનું કબુલ્યું છે. તે તમિલનાડુથી ૫૦ ટકા અસલી નોટો આપીને નકલી નોટો લઈ આવતો હતો.

પોલીસે હવે આ નકલી નાણું ખરીદનાર તથા વેચનાર બંનેને ઝડપી લેવાની દિશામાં તપાસ હાથ ધરી છે અને નકલી નોટોનું મોટું રેકેટ પકડવાની સંભાવનાં પીઆઈ રીદ્ધી દવેએ વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.