Western Times News

Gujarati News

હવે ફ્લાઈટમાં પેસેન્જર ફોન પર વાતચીત કરી શકશે

નવી દિલ્હી, હવે મોબાઈલમાં ફ્લાઈટ મોડ ઓપ્શન વીતેલા જમાનાની વાત બની શકે છે. કારણ કે હવે તમે ફ્લાઈટમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ યૂઝ કરી શકશો. એટલે કે ફ્લાઈટમાં બેઠા બેઠા તમે ઈમેઈલથી લઈને જરૂરી કામ પતાવી શકશો. એટલું જ નહીં ફ્લાઈટમાં ઉડાણ દરમિયાન તમે કોલ પણ કરી શકશો.

પબ્લિક સેક્ટરની ટેલિકોમ કંપની બીએસએનએલને દેશમાં ઈનમારસેટનું ગ્લોબલ એક્સપ્રેસ મોબાઈલ બ્રોડબેન્ડ સર્વિસિઝ માટેનું લાઈસન્સ મળી ગયુ છે. જેનાથી ઈનમારસેટ ટર્મિનલનો ઉપયોગ કરીને એરલાઈન માટે ઉડાણો દરમિયાન અને સમુદ્રી જહાજાેને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવશે.

બ્રિટનની મોબાઈલ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની ઈનમારસેટના મેનેજમેન્ટ ડાઈરેક્ટર ગૌતમ શર્માએ કહ્યું કે સ્પાઈસજેટ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પહેલેથી નવી જીએક્સ સર્વિસિઝ માટે એગ્રીમેન્ટ કરી ચૂક્યા છે. જેનાથી ૫૦ એમબીપીએસની સ્પીડ મળી શકશે.

ગૌતમ શર્માના જણાવ્યાં મુજબ જીએક્સ સેવાની શરૂઆત સાથે ઈન્ડિયન ડોમેસ્ટિક એરલાઈન્સ અને ઈન્ટરનેશનલ એરલાઈન કંપનીઓ દેશની ઉપરથી ઉડાણ દરમિયાન હાઈ સ્પીડ નેટની સુવિધા આપી શકશે.

ઈનમારસેટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સ્પાઈસજેટે કહ્યું કે તે આ વર્ષના અંત સુધીમાં નવા બોઈંગ ૭૩૭ મેક્સ પ્લેન રજુ કરવાની સાથે પોતાના મુસાફરોને જરૂરી કોમ્યુનિકેશન સર્વિસ આપવા માટે તૈયાર છે. નિવેદન મુજબ બીએસએનએલને દૂરસંચાર વિભાગ તરફથી મળેલા ફ્લાઈટ અને આઈએફએમસી હેઠળ જીએક્સ સેવાઓ તમામ ભારતીય ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.

તેનો અર્થ એ છે કે ઈન્ડિયન એરલાઈન કંપનીઓ દેશ અને વિદેશમાં ઉડાણ દરમિયાન કોમ્યુનિકેશન સુવિધાઓ માટે જીએક્સનો ઉપયોગ કરી શકશે. આ સાથે જ ભારતીય સી એરિયામાં કામ કરતી દેશની કોમર્શિયલ કંપનીઓ જહાજના સારા સંચાલન અને ક્રુ મેમ્બર્સ સંગલ્ન સેવાઓ માટે પોતાના જહાજાેમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવામાં સફળ રહેશે. બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડાઈરેક્ટર પી કે પુરવારે કહ્યું કે આ સેવા માટે ફી હજુ નક્કી કરાઈ નથી. બીએસએનએલ નવેમ્બરથી આ સેવાઓ શરૂ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.