Western Times News

Gujarati News

થિયેટરમાં ધૂમ મચાવી રહી છે, ભવ્ય ગાંધીની ગુજરાતી ફિલ્મ “તારી સાથે”

અમદાવાદ, ભવ્ય ગાંધીની ફિલ્મ તારી સાથે ૧૫ ઓક્ટોબરના રોજ જ થિયેટરમાં આવી છે અને જાણે દર્શકો આ ફિલ્મ ની રાહ જૉ રહ્યા હોય એમ આખું અઠવાડિયું સંપૂર્ણ પેક ગયું છે. આ ફિલ્મમાં  ભવ્ય ગાંધી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.

જે  ગુજરાતી રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ‘તારી સાથે’ માં અભિનેત્રી ઝિનલ બેલાનીની સાથે જોવા મળશે અને તેમની આ નવી જોડી દર્શકોને ખુબજ સારી લાગી છે અને આ સાથે ગુજરાતી સિનેમા  જગતમાં હલચલ મચાવી છે.

આ મુવીમાં રાકેશ શાહ (ડાયરેક્ટર),ભાનુભાઇ રાવલ (પ્રોડ્યૂસર), કો પ્રોડ્યુસર માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન – શ્રીનિક ઓઉટરીચ, ડીઓપી – સુરજ સી. કુરાડે, એક્ટિવ  પ્રોડ્યૂસર સંજય રાવલ અને જય રાવલ, એસોસિએટે ડાયરેક્ટર – વિપુલ ચૌહાણ, એઝ્યુકેટીવ પ્રોડ્યૂસર – મનોજ આહીર,

ડીઆઈ અને સાઉન્ડ પોસ્ટ – આફ્ટર પ્લે સ્ટુડિયો (મેડી), બીજીએમ : મિહિર ભટ્ટ, સંપાદક: પાર્થ વાય. ભટ્ટ, કલા નિર્દેશક: શ્લોકા શાહ, વી એફ એક્સ –  એસપી મોહિત કુમાર, મેકઅપ: ભૂમિકા મોજીદ્રા, રશીદ ખાન, કિલ્કીલાત, ધારા શાહ, વીઓ  સ્ક્રિપ્ટ: કિરણ પરિહાર, સાઉન્ડ રેકોર્ડર્ડ: અજય તિવારી સાથે કરવામાં આવ્યું છે.

આ વિશે વાત કરતા ભવ્ય ગાંધી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ ફિલ્મને એક મ્યુઝિકલ કહેવા માંગુ છું કારણ કે આ ફિલ્મમાં ઘણાં ગીતો છે અને ફિલ્મના ગીતો દ્વારા ઘણી લાગણીઓ દર્શાવવામાં આવી છે. વાર્તા ખુબજ સુંદર છે એટલા માટે જ દર્શકો દ્વારા અમને  ખુબજ પ્રેમ મળી રહ્યો છે અને આ ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક  છે

અને કોઈ ખાસ વ્યક્તિને મળવાની અનુભૂતિ, પહેલી નજરમાં, તેમાં રહેલો જાદુ, ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને આ સાથે ટ્રેલરમાં પણ દર્શકોનો ખુઅબજ સારો અભિપ્રાય  મળ્યો છે અને છેલ્લા . જેની અમને  ખુશી છે. અને આ ફિલ્મ હવે દર્શકોની લોકપ્રિય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.