Western Times News

Gujarati News

અમિષ ત્રિપાઠીના લોકપ્રિય પુસ્તકો હવે ભારતીય ભાષાઓમાં સાંભળી શકશો

 સ્ટોરીટેલ પર અમિષ ત્રિપાઠીના લોકપ્રિય પુસ્તકોને 8 ભારતીય ભાષાઓમાં ઓડિયોબૂક્સ તરીકે ઉપલબ્ધ થશે

ભારતના જાણીતા સાહિત્ય લેખક અમિષ ત્રિપાઠીના પુસ્તકો હવે સ્ટોરીટેલ પર 8 ભારતીય ભાષાઓમાં ઓડિયોબૂક ફોર્મેટમાં ઉપલબ્ધ થશે. શિવા ટ્રાયોલોજી, રામ ચંદ્ર શ્રેણી અને ઈમોર્ટલ ઈન્ડિયા: યંગ ઈન્ડિયા, ટાઈમલેસ સિવિલાઈઝેશન અને ધર્મ: ડીકોડિંગ ધ એપિક્સ ફોર અ મીનિંગફૂલ લાઈફ જેવી નોન-ફિક્શન શ્રેણી આ એપ્લિકેશન પર ઉપલબ્ધ બનશે.

 ગુજરાતી, મરાઠી, બંગાણી, તમિળ, તેલુગુ, કન્નડા, આસામી અને મલયાલમ એમ 8 વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં તેને સાંભળવાનો વિકલ્પ મળી રહેશે.

 ઓડિયોબૂક્સના ક્ષેત્રમાં પ્રવેશ કરતા લેખક શ્રી અમિષે જણાવ્યું હતું કે “હું હંમેશા મારા પુસ્તકોને માત્ર અંગ્રેજી ભાષામાં નહિ પરંતુ પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ રહ્યો છું. મને આનંદ છે કે મારા પુસ્તકોને હિંદી, મલયાલમ, મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, આસામી અને પ્રિન્ટેડ પુસ્તકોની અન્ય આવૃત્તિઓમાં બહોળો પ્રતિષાદ મળ્યો છે.

પરંતુ, હું માનુ છું કે લેખિત શબ્દોમાં નહિ તો મૌખિક શબ્દોમાં ભારતે સમાન સ્તરે મહત્વ આપ્યું છે. સ્ટોરીટેલ સાથે, ઓડિયોના જાદુ સાથે 8 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકો વધુને વધુ લોકો સુધી પહોંચશે. સ્ટોરીટેલે વર્ણન અને રેકોર્ડિંગમાં અદભૂત કામ કર્યું છે. હું ઉત્સુક છું! ”

 

શિવા ટ્રાયાલોજી ધ ઈમોર્ટલ્સ ઓફ મેલુહા
ધ સીક્રેટ ઓફ ધ નાગાસ
ધ ઓથ ઓફ ધ વાયુપુત્ર
રામચંદ્ર સીરીઝ રામ: સાયોન ઓફ ઈક્શાવાકુ
સિતા: વોરિયર ઓફ મિથિલા
રાવન: એનીમી ઓફ આર્યવર્ત
ઈન્ડિક ક્રોનિકલ્સ લેજન્ડ ઓફ સુહેલદેવ: ધ કિંગ વુ સેવ્ડ ઈન્ડિયા
નોન-ફિક્શન ઈમોર્ટલ ઈન્ડિયા: યંગ ઈન્ડિયા, ટાઈમલેસ સિવિલાઈઝેશન
ધર્મ: ડીકોડિંગ ધ એપિક્સ ફોર અ મીનિંગફૂલ લાઈફ

યોગેશ દશરથ, કન્‍ટ્રી મેનેજર સ્ટોરીટેલ ઈન્ડિયા “અમિષે પોતાની સંસ્કૃતિ અને ધર્મને સાથે જોડવાનું ખૂબ જ સરળ બનાવ્યું છે. તેમનાં પુસ્તકો એક પેઢીથી આગળનું સૂચન કરે છે અને ખાસ કરીને આજની યુવા પેઢી સાથે પ્રતિધ્વનિત થાય છે.

સ્ટોરીતેલ પર, તેમનાં પુસ્તકોને ૮ ભાષાઓમાં ઓડિયો (શ્રાવ્ય રીતે) અનુવાદિત કરવા માટે અમે ઉત્સાહિત છીએ.

અમારા દ્રષ્ટિકોણ અનુસાર, અમને ખુશી છે કે અમારી પાસે બીજાઓ દ્વારા, ગમે ત્યાં, ગમે ત્યારે શેર કરવા માટે અને આનંદ મેળવવા માટે ઉત્તમ વાર્તાઓ છે.” ઓડિયો વાર્તાઓને વિશેષ રીતે અહિં સાંભળો :- https://www.storytel.com/in/en/books/meluhana-amartyo-1400401

સ્ટોરીટેલ, ભારતમાં ૨૭મી નવેમ્બર, ૨૦૧૭ના રોજ શરૂ કરવામાં આવેલી એક ઓડિયોબુક અને ઈબુક એપ સ્ટ્રીમિંગ સેવા છે.

કંપનીનું મુખ્ય મથક સ્ટોકહોમ, સ્વીડનમાં છે અને હાલમાં તે વિશ્વના 25 બજારોમાં ઉપસ્થિત છે.

ભારતમાં, એપ્લિકેશન હાલમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, બંગાળી, તમિલ, મલયાલમ, તેલુગુ, આસામી, ગુજરાતી અને કન્નડ જેવી ૧૨ ભાષાઓમાં ૨ લાખથી વધુ ઓડિયોબુક અને ઇબુક્સ ઉપલબ્ધ છે. દુનિયાને, ઉત્તમ વાર્તાઓ સાથે એક વધુ સહાનુભૂતિપૂર્ણ સ્થાન બનાવવા માટેનો અમારો દ્રષ્ટિકોણ છે, જેનો કોઇપણ, ગમે ત્યાં અને ગમે ત્યારે આનંદ લઈ શકે છે અને શેર કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.