Western Times News

Gujarati News

પંજાબ-હરિયાણામાં ૧૩ દિવસમાં પરાળી બાળવાની ૫૭,૦૦૦ ઘટનાઃ નાસા

નવીદિલ્હી, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા જારી કરવામાં આવેલા સેટેલાઇટ અહેવાલ પ્રમાણે પંજાબ અને હરિયાણામાં એક નવેમ્બરથી ૧૩મી નવેમ્બર દરમિયાન પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓ નોંધાઇ છે. પરાળી બાળવાની મોસમમાં બન્ને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે ૨૦૧૨ બાદ સૌથી વધુ પરાળી આ વર્ષે બાળવામાં આવી છે.

ગત ૧૩ દિવસમાં બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની ૫૭,૨૬૩ ઘટનાઓ નોંધાઇ છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે પરાળી બાળવાની સિઝનની ગણતરી પહેલી ઓક્ટોબરથી ધ્યાને લેવામાં આવે છે. ૨૦૧૬માં સમગ્ર સિઝન દરમિયાન બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની કુલ ૫૨,૭૧૯ ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે નવેમ્બરના ગત ૧૩ દિવસમાં જ કુ ૫૭,૨૬૩ ઘટનાઓ નોંધાઇ છે.

ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં આવી ૭૫,૨૨૫ ઘટનાઓ નોંધાઇ છે, જે ૨૦૨૦ની કુલ ઘટનાઓમાંથી માત્ર ૪૪૦ ઘટનાઓ ઓછી છે. નાસાના માર્શલ સ્પેસ ફ્લેઇટ સેન્ટરના સીનિયર સાયન્ટિસ્ટ પવન ગુપ્તાનું કહેવું છે કે સેટેલાઇટ એનાલિસિસ પ્રમાણે પંજાબમાં ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઓછી પરાળી બાળવામાં આવી છે, જ્યારે હરિયાણાએ વર્ષ ૨૦૨૦ કરતા વધુ પરાળી બાળી નાંખી છે.

વર્ષ ૨૦૧૬માં બન્ને રાજ્યોમાં કુલ ૯૪,૧૭૩ ઘટનાઓ નોંધાઇ હતી, જે તે સમયે વિક્રમી આંકડો હતો અને તે વર્ષે દિલ્હીમાં પણ સૌતી ભયાનક અને જાેખમી હવા પ્રદૂષણ ફેલાયું હતું. આ વર્ષે પણ પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધુ ઘેરૂં અને જાેખમી બને તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.