Western Times News

Gujarati News

ગ્રામ્ય વિસ્તારોમાં ભોજન સાથે મહેફિલો શરુ, પોલીસે આંખ આડા કાન કર્યા

મહિલા સરપંચ સીટ અનામત આવી ત્યાં વધુ ખેંચતાણની સંભાવનાઃ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સરપંચ બનવા યુવાઓમાં થનગનાટ

બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની મુદ્દત પૂર્ણ કરતી ગ્રામ પંચાયતોમાં સરપંચ બનવા માટે યુવાઓમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે. મહિલા સરપંચ સીટ અનામત આવી છે ત્યાં સરપંચ પદમાં વધુ ખેંચતાણની સાથે ચૂંટણી લડવાનો ખર્ચ પણ રૂા.૩૦થી ૫૦ લાખને આંબી જાય તેવી સંભાવના અત્યારથી જાેવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી જાહેરનામું બહાર પડતાં સરપંચ પદના ઉમેદવારોએ ભોજન સાથે મહેફિલો શરૂ કરી છે.

જિલ્લામાં ભરશિયાળે ચૂંટણી જાહેર થતાં ગામેગામ દિવસ અને રાત્રે રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ચૂંટણી કોઈપણ હોય તેમાં દારૂની રેલમછેલ અને ભોજનના મેળાવડા યોજાતા હોય છે અને ચૂંટણીપંચે જાહેર કરેલા ખર્ચ કરતા પણ વધુ ખર્ચ થવો હોવા છતાં બધું જ નજર અંદાજ કર્યા વગર કોઈ ઉપાય રહેતો નથી.

જિલ્લાની ૪૫૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બરે યોજાવાની છે. જિલ્લાની ૭૩૦ પૈકી ૬૨ ટકા ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષો માટે પ્રજાનો રૂખ જાણવા માટે અત્યંત મહત્ત્વની બની રહેશે. જાેગાનુજાેગ આવતા વર્ષે આ દિવસો દરમ્યાન વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે

જેથી ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો સરપંચ પદની ચૂંટણીના પરીણામો ઉપરથી કયા વિસ્તારોમાં અત્યારથી મહેનત કરવી પડશે તેનું આંકલન શરૂ કરશે. રાજ્ય સરકારે દરેક ગ્રામ પંચાયતોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વિકાસના કામો માટે માતર ગ્રાન્ટ ફાળવી છે. તે જાેતાં વર્તમાન સરકાર માટે પ્રજામાં લગાવ હોય તે સ્વાભાવિત બાબત છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક સંબંધો અને કામ આધારે મત મેળવીને જીતવામાં આવતી હોય છે. જેથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધુરંધર ઉમેદવારો પણ ઘર ભેગા થતાં હોય છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં એક જ રાજકીય પક્ષના બેથી ત્રણ ઉમેદવારો ઉભા રહેતા હોવાથી કાર્યકરો અને

આખા ગામના મતદારોની મુશ્કેલી વધતાં તેઓ ચૂંટણી દરમ્યાન મૌન ધારણ કરી જતાં હોય છે. વિધાનસભાની ચૂંટણીના જંગને પણ ટક્કર મારે તે રીતે આ વખતે પંચાયતોનો ચૂંટણી જંગ યોજાવાનો છે. ઉમેદવારોએ ઠેકઠેકાણે પોતાના કાર્યાલય શરૂ કર્યા છે અને વિવિધ સમાજના આગેવાનોને મેદાનમાં ઉતારી પોતાના અને પેનલને મત મળે તે પ્રકારનું આયોજન કરવાની સાથે પૈસાની કોથળીઓ ખુલ્લી મુકી કાર્યકરો મતદારો માટે મનગમતાં વ્યંજન અને ઠંડી ઉડાડે તેવા પીણાં પીરસવામાં આવી રહ્યા છે.

આગામી તા.૧૮ ડિસેમ્બર સુધી જિલ્લામાં દારૂબંધી નથી તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. જિલ્લામાં સરપંચ અને વોર્ડના ઉમેદવારોને દારૂ જાેઈતો હશે તો બુટલેગરો કરતાં ખુદ પોલીસ આસાનીથી દારૂ પહોંચાડે તેવું પણ બની શકે કારણ કે છેલ્લા ૪ મહિનામાં દારૂના વેપલામાં અને ડુપ્લીકેટ દારૂના ઉત્પાદનમાં ખાખી વર્દીની સંડોવણી બહાર આવતા પોલીસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે.

ખાખી વર્દી સાથે ગદ્દારી કરતા જૂજ કર્મચારીઓના કારણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદનામી થઈ રહી છે તે પણ ભુલાવું ન જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.