Western Times News

Gujarati News

લોન આપવાના બહાને લોકોને છેતરતો યુવક ઝડપાયો

(એજન્સી) અમદાવાદ, જરૂરીયાતમંદ લોકોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયા પડાવનાર ઠગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. ગઠીયાએ સંખ્યાબંધ લોકો પાસેથી રૂા.૪૪ લાખ પડાવી લીધા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે અનેક લોકો સાથે લોન આપવાની લાલચ આપીને લાખો રૂપિયા ચાંઉ કરી જનાર રાકેશ ઉપેન્દ્ર કુમાર ત્રિવેદી (ઉ.વ.૪ર, રહે.સેક્ટર ર૯, ગાંધીનગર)ની ધરપકડ કરી છે. તેણે મુૃંબઈના મળતીયા સાથે મળી જુદા જુદા નામથી બોગસ ફાયનાન્સ કંપનીઓ ખોલી હતી. લોકોને લોન આપવાની વાત કરી તે અલગ અલગ પ્રોસિજર હેઠળ અલગ અલગય બેક અકાઉન્ટોમાં નાણાં ભરાવતો હતો. લોનની ઈચ્છા ધરાવતા ગ્રાહકોને કોઈપણ પ્રકારની લોન આપવામાં આવતી નહોતી. આ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી કરી પોતાનો ફોન બંધ કરી દેતો હતો.

આરોપીઓ પોતાની કંપનીનું નામ બદલતા રહેતા હતા. આરોપીઓ ગ્લોબલ ક્લિક, ઓરેકલ ફિનસર્વ ફાયનાન્સ કંપની, કેપિટલ ફાયનાન્સ કંપની વગેરેેે કંપનીઓ બનાવીને ઘણા બધા લોકો સાથે છેતરપીંડી આચરી હતી. કસ્ટમરને વિશ્વાસમાં લેવા રાકેશ જે તે કંપનીની લોન એપૃવલ્‌ લેટર પણ મોકલી આપતો હતો.

જેમાં મુૃંબઈની ઓફિસનું સરનામું લખતો હતો. જાે કસ્ટમર ઓનલાઈન નાણાં ભરવાનું જણાવે તો આરોપીઓ ક્યુઆરકોડ પણ રાખતા હતા. જેથી તે સ્કેન કરી કસ્ટમર નાણાં ભરી દેતા હતા. આરોપી અલગ અલગ જીલ્લામાં ઓફિસ શરૂ કરી છેતરપીંડી આચરતો હતો. તેણ ઈડરની ઓફિસેથી ૧પ૦, વિસનગર ઓફિસેથી ૪૦, અમદાવાદથી ૧૬પ કલોલથી ૩૦, કચ્છથી ૧ર૮, નડીયાદથી પ૦, ભરૂચથી ૧૦ અને સુરતની ઓફિસેથી ૮૯ લોકો સાથે છેતરપીંડી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.