Western Times News

Gujarati News

ઈલેક્ટ્રિક વાહનોની માગ વધતા ઉત્પાદકોની ગુજરાત પર નજર

અમદાવાદ, પેટ્રોલના વધતાં ભાવ અને ઈલેક્ટ્રિક વાહનો તરફ લોકોના વધતા ઝુકાવની વચ્ચે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની માગમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. પરિણામે વધુ ને વધુ ઓટોમોબાઈલ કંપનીઓ ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના મેન્યુફેક્ચરિંગ માટે મોટા દાવ ખેલી રહ્યા છે.

દાખલા તરીકે, ૨૦૨૦માં અમદાવાદના ચાંગોદરમાં ઓડિસી ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પ્રાઈવેટ લિમિટેડે વાર્ષિક ૨૪,૦૦૦ યુનિટની ક્ષમતાનો પ્લાન્ટ નાખ્યો હતો. ગત વર્ષે તેમણે ઈ-સ્કૂટર પણ લોન્ચ કર્યા હતા. મેટર નામનું ઈલેક્ટ્રિક વ્હીકલ અને ઈલેક્ટ્રિક ટેક્નોલોજી સ્ટાર્ટઅપ પણ અમદાવાદ નજીક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે.

આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૨ લાખ યુનિટની હશે. શહેરના લાલભાઈ પરિવારમાંથી આવતાં મોહલ લાલભાઈ દ્વારા આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. ૨૦૨૨ના પ્રથમ છ મહિના દરમિયાન તેઓ ઈ-મોટરસાઈકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

સ્વીચ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પણ તાજેતરના વર્ષોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફેસિલિટી માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે. બીએસઈ લિસ્ટેડ વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ ૨૦૧૬થી ઈલેક્ટ્રિક વ્હીલર માર્કેટમાં છે. તેમણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડોદરામાં નવો ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે.

આ નવો પ્લાન્ટ શરૂ થતાં કંપની વધુ મજબૂત થઈ છે. ત્રણેય પ્લાન્ટની વાર્ષિક પ્રતિ શિફ્ટ ઉત્પાદન કેપેસિટી ૨.૫ લાખ યુનિટ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદકોનું કહેવું છે કે, કેંદ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાત સબસિડી, ગ્રાહકોમાં વધતી જાગૃતિ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને કારણે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની માગ વધી છે.

વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર યતિન ગુપ્તેએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય ઉજળું હોવાનું સંભાવના છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું હોવા ઉપરાંત કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા અપાતી સબસિડીને કારણે ઈલેક્ટ્રિક વાહન ખરીદતાં લોકોની સંખ્યા વધી છે.

વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ આગામી છ મહિનામાં બીજા બે પ્લાન્ટ શરૂ કરવાના છે. એક પ્લાન દક્ષિણ ભારતમાં શરૂ થશે જ્યારે બીજાે ઉત્તર અથવા પૂર્વ ભારતમાં શરૂ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.