Western Times News

Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ‘ટપ્પુ’ શો છોડી રહ્યો છે

મુંબઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટીવી શો છે, જે ટેલિવિઝન ઇતિહાસનો સૌથી સફળ શો છે. છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં ઘણા એવા કલાકારો છે, જેઓ વર્ષોથી આ શોનો ભાગ છે.

એક કારણ એ પણ છે કે, આ શોએ તેની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં પ્રખ્યાત કરી. શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવતા રાજ અનડકટ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સમાચાર એ છે કે, ટૂંક સમયમાં સિટકોમને અલવિદા કહી શકીએ છીએ. આ મામલે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી નું નિવેદન પણ સામે આવ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાજ અનડકટ એટલે કે ટપ્પુએ શો છોડવાનું મન બનાવી લીધું છે. રાજ વર્ષ ૨૦૧૭ થી શોનો ભાગ બન્યો જ્યારે ભવ્ય ગાંધીએ ‘ટપ્પુ’નું પાત્ર ભજવવાની ના પાડી. રિપોર્ટ અનુસાર ટપ્પુ ટૂંક સમયમાં શો છોડવા જઈ રહ્યો છે.

રિપોર્ટમાં નજીકના સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રાજનું સફર ખાટુ-મીઠુ રહ્યું. એવું ઘણી વખત બન્યું છે કે ટીમે તેમની સાથે એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે વસ્તુઓ કામ કરી રહી નથી. ન તો તે બહુ લાંબો સમય ટકી રહેવા માટે તૈયાર છે કે ન તો કાસ્ટ અને ક્રૂ તેને રહેવા માટે કહે છે.

જાે કે હજુ સુધી આ મામલે રાજ અનડકટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો બીજી બાજુ આ બાબતે શોના નિર્માતા અસિત કુમાર મોદીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે રાજ શો છોડવા અંગે તેમની પાસે કોઈ અપડેટ નથી. તેમણે નિખાલસતાથી કહ્યું, ‘મને કંઈ ખબર નથી’.

જાે કે, આ સમાચાર પછી, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, શોના નિર્માતાઓ અને રાજ અનડકટ વચ્ચે જે કંઈપણ મતભેદ છે તે જલ્દીથી ઉકેલાઈ જાય અને ટપ્પુ શોમાં કામ કરવાનું ચાલુ રાખે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.